શું ખરેખર ઈન્ડોનેશિયામાં આ રીતે ખુલ્લામાં અનાજની કીટ મુકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

સમજદાર સતવારો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અને આય સુ થાય છે તમે હાલ જોયજ રહીયા છો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈન્ડોનેશિયામાં આ પ્રકારે કીટ ખુલ્લામાં મુકી દેવામાં આવી છે કોઈપણ જરૂરીઆત મંદ તેને લઈ જઈ શકે છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને બ્રધર્સ કન્સલ્ટિંગ નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 16 મે 2020ના આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પશ્ચિમ આફ્રિકન દેશ ગેમ્બિયામાં “ઉમદા શેઠ એલ્હાઝ ઈબ્રાહિમ દિંડ સીલા, તેમના વિસ્તારમાં જરૂરીયાતમંદ મુસ્લિમોને અન્નદાન કરે છે.”

BC NEWS | ARCHIVE

Positivehealth.com નામની વેબસાઈટ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Positivehealth | archive

ઉપરોક્ત આર્ટીકલનું ભાષાંતર તમે નીચે વાંચી શકો છો. 

ઇમામ જેત ચેરીટેબલ ફાઉન્ડેશન, પશ્ચિમ આફ્રિકાની રાજધાની ગેમ્બિયામાં નોંધાયેલું છે. “ગામ્બિયામાં બહેનની મદદથી રમજાન સમયે ગામડામાં, સ્કૂલો અને અનાથ અને જરૂરીઆત મંદ લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યુ હતુ.”  

તેમજ આ ફોટો તામિલનાડુમાં વિતરણની હોવાનું જણાવી ફેલાવવામાં આવી રહી હતી. જેની પડતાલ ફેક્ટ ક્રેસન્ડો મલ્યાલમ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો હાલનો ઈન્ડોનેશિયાનો નહિં પરંતુ મે 2019નો પશ્ચિમ આફ્રિકાના ગેમ્બિયાનો છે. હાલની પરિસ્થિતીમાં ખોટા દાવા સાથે તેને ફેલાવવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ઈન્ડોનેશિયામાં આ રીતે ખુલ્લામાં અનાજની કીટ મુકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False