
Hitesh Vala નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ગ્રુપમાં એકપોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “રામાયણના ‘સુગ્રીવ’નું થયુ નિધન, ‘રામ-લક્ષ્મણે’ જતાવ્યું દુ:ખ, અનેક લોકો થયા દુખી”. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રામાયણમાં સુગ્રિવનું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીનું નિધન થયું છે અને આર્ટિકલમાં તેમનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ પોસ્ટને 2000 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 699 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં મૂકવામાં આવેલો ફોટો રામાયણમાં સુગ્રિવનું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીનો છે અને થેમનું નિધન થયું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને divyabhaskar.co.in દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં અમને એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, હાલમાં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્યામ સુંદર કલાની છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પિડાતા હતા. તેમણે હરિયાણાના કાલકા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

‘રામાયણ’ સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં જે વ્યક્તિનો ફોટો હતો તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમારી તપાસમાં અમને Naarad TV દ્વારા યુટ્યુબ પર 10 એપ્રિલના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પોસ્ટના આર્ટિકલમાં મૂકવામાં આવેલો ફોટો શ્યામ સુંદર કલાની ન હતો. પરંતુ આ અહેવાલ અનુસાર, વાયરલ ફોટામાં જોવા મળેલા વ્યક્તિનું નામ ગિરીરાજ શુક્લા છે, તેઓ પણ એખ અભિનેતા છે અને રામાયણમાં નીલની ભૂમિકા ભજવી હતી. આ વીડિયોમાં ગિરિરાજ શુક્લાનો એક વીડિયો પણ છે જેમાં તે કહે છે કે રામાયણમાં સુગ્રિવની ભૂમિકા ભજવનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીનું નિધન થયું છે. પરંતુ આ માહિતી સાથે મારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીચે તમે આ બંને અભિનેતાના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રામાયણ સિરિયલમાં સુગ્રિવનું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીનું નિધન તો થયું છે પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં મૂકવામાં આવેલો ફોટો રામાયણમાં નીલની ભૂમિકા ભજવનાર અભિનેતા ગિરિરાજ શુક્લાનો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રામાયણ સિરિયલમાં સુગ્રિવનું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીનું નિધન તો થયું છે પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં મૂકવામાં આવેલો ફોટો રામાયણમાં નીલની ભૂમિકા ભજવનાર અભિનેતા ગિરિરાજ શુક્લાનો છો.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:રામાયણમાં સુગ્રિવનો અભિનય કરનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીના મોતના નામે ગિરિરાજ શુક્લાનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Partly False
