
C P Sarvaiya નામના ફેસબુક યુઝર દ્વારા 9 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું તમે જાણો છો કે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1818 માં બે અન્નાનો સિક્કો બહાર પાડ્યો હતો; અને તમે સિક્કાની બીજી બાજુ જોઈને આશ્ચર્ય પામશો. श्रीराम राम रणकर्कश राम राम । श्रीराम राम शरणं भव राम राम ।। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં જે બે આનાના સિક્કાના ફોટો મૂકવામાં આવ્યા છે એ 1818 માં ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. આ પોસ્ટને 196 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 9 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 1818 માં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રકારે હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળો બે આનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ફેક્ટ ક્રેસેન્ડોની મલયાલમ ટીમ દ્વારા આજ સિક્કાના પોસ્ટની સત્યતા તપાસવામાં આવી હતી તેનો સહારો લેતાં અમને Smallestcoincollector નામની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેના પર એપ્રિલ 2015 ના રોજ પ્રકાશિત એક એહેવાલમાં ભારતના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નકલી સિક્કા બાબતે માહિતી આપવામાં આવી હતી. આ વેબસાઈટ પર ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા બે આનાના સિક્કાના ફોટો સહિત અન્ય સિક્કાઓના ફોટો પણ જોવા મળ્યા હતા. આ અહેવાલમાં આ સિક્કાઓને ખોટા બતાવવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર પછી અમે અમારી તપાસને આગળ વધારતાં RBI ની ઓફિશિયલ વેબસાઈટ પર આ સિક્કાની શોધ કરતાં અમને અલગ-અલગ યુગમાં ઉપયોગમાં લેવામાં આવેલા સિક્કાઓની ફોટો સહિતની માહિતી પ્રાપ્ત થઈ હતી.
સૌથી પહેલા ઉપયોગમાં લેવાયેલા સિક્કા : RBI/mc_british_earlyissues

વિલિયમ 4 ના સમયમાં ઉપયોગમાં લેવાયેલા સિક્કા : RBI/mc_british_WilliamIV

Coins during WilliamIV | Archive
વિક્ટોરિયાના સમયમાં ઉપયોગ કરવામાં આવેલા સિક્કા : RBI/mc_british_QueenVictoria

Coins during Queen Victoria | Archived
એડવર્ડ 7 ના સમયમાં ઉપયોગમાં લેવાયેલા સિક્કા : RBI/mc_british_EdwardVII

Coins during EdwardVII | Archive
ઈન્ડિયા ટુડે દ્વારા ગયા વર્ષે આ બાબતે તપાસ કરવામાં આવી હતી. ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે, જ્યારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલયના પ્રવાક્તા સાથે આ મામલે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, “દક્ષિણ ભારતમાં ફક્ત પૈગોડા અને ભગવાન વેંકટેશ્વરના સિક્કા જ ઉપયોગમાં લેવાતા હતા.”

Indiatoday | Archive
25 એપ્રિલ, 2017 ના રોજ સૌથી પહેલા આ પ્રકારે અન્ય ખોટા સિક્કાના દાવા અંગેની માહિતી પર બૂમ લાઈવ દ્વારા સત્યતા તપાસવામાં આવી હતી. જેમાં એ સિક્કાઓને ખા ઠેરવવામાં આવ્યા હતા.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા 2 આનાના સિક્કાના ફોટો ખોટા છે અને તેમનો 1818 ના ચલણી સિક્કાઓ સાથે કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા 2 આનાના સિક્કાના હિન્દુ દેવી-દેવતાવાળા ફોટો ખોટા છે અને તેમનો 1818 ના ચલણી સિક્કાઓ સાથે કોઈ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર 1818 માં બે આનાના સિક્કા પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટો હતા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
