શું ખરેખર ઈઝરાયલ દ્વારા આ પ્રકારે રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎‎ અમે ગુજરાતી‎ ‎ નામના ફેસબુક પેજ  દ્વારા 30 ઓકટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ છે ઈઝરાયેલ નું નવું Military Robot 🤖 @અમે ગુજરાતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈઝરાયલ દેશમાં આ પ્રકારનો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 710 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન 

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઈઝરાયલ દેશ દ્વારા આ પ્રકારનો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે InVidTool ની મદદથી પોસ્ટના વીડિયોનો સ્ક્રીનશોટ લઈને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને Vidaski નામની એક વેબસાઈટ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોની YouTube લિંક પર અમને આ વીડિયો Corridor નામના યુઝર દ્વારા 26 ઓક્ટોમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમા નીચે જોઈ શકો છો.

Archive

આ વીડિયોની નીચે કોમેન્ટમાં એક દર્શક દ્વારા લખવામાં આવ્યું હતું કે, “the CGI was almost convincing” એટલે કે, આ CGI લગભગ વિશ્વસનીય હતો. ત્યાર પછી અમારી આગળની તપાસમાં અમે ગુગલનો સહારો લઈને ‘Corridor, US+CGI Company’ કીવર્ડથી શોધતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, Corridor Digital એક અમેરિકાની ડિજીટલ કંપની છે. જે CGI ની મદદથી આ પ્રકારના વીડિયો બનાવે છે. આની સાથે જ વધુમાં આ પ્રકારના વીડિયોની માહિતી પણ આપવામાં આવી હતી કે આ વીડિયો (BOSSTOWN DYNAMICS) BOSTON DYNAMICS નામની એક રોબોટ બનાવનાર કંપનીને વ્યંગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે YouTube પર ‘Making of New Robot Makes Soldiers Obsolete’ કીવર્ડથી સર્ચ કરતાં અમને ‘We Used CGI to Fake Military Robots’ નામનો એક વીડિયો 27 ઓક્ટોમ્બર, 2019 ના રોજ Corridor Crew દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ‘Motion Capture Suit’ અને ‘CGI’ ની મદદથી એક વ્યક્તિને રોબોટની જેમ દર્શાવવામાં આવ્યો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ઈઝરાયલ મિલિટ્રી સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો ફક્તને ફક્ત હાસ્ય માટે બનાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે CGI ની કલાકારીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ભ્રમિત કરવા માટે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો CGI ના ઉપયોગ થકી બનાવવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિને રોબોટ તરીકે દર્શાવવામાં આવ્યો છે. ઈઝરાયલ મિલિટ્રી સાથે આ વીડિયોને કોઈ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલ દ્વારા આ પ્રકારે રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False