શું ખરેખર નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPFના જવાનનું મૃત્યુ થયુ હતું..? જાણો શું છે સત્ય..

Mixture રાજકીય I Political રાષ્ટ્રીય I National

बनास क्राईम वीकली न्यूज़ पेपर, बनासकांठा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. CRPF માં ફરજ બજાવતા વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામ ના યુવાન ફલજીભાઇ ચૌધરી નુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ દરમિયાન માગૅ અકસ્માત માં દુઃખદ અવસાન થયું છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે…RIP” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 136 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPF જવાનનું મૃત્યુ થયુ હતું.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ અકસ્માત સર્જાયો હોય અને CRPF ના જવાનનું મૃત્યુ થયુ હોય તો તે ખૂબ મોટા સમાચાર હોય તેથી અમે ગૂગલ પર “કેન્દ્રિય મંત્રીના કાફલાના અકસ્માતમાં સીઆરપીએફ જવાનનું મોત” લખતા અમને કોઈ ઠોસ પરિણામ મળ્યા ન હતા. 

તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો માંથી એક ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પૂર્વ કેન્દ્રિય મંત્રી હંસરાજ આહિરના કાફલામાંની એક કારને મહારાષ્ટ્રમાં ચંદ્રપુર-નાગપુર રોડ પર 26 સપ્ટેમ્બર 2019ના ગુરૂવારના અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં CRPFના એક જવાનનું અને મહારાષ્ટ્ર પોલીસના એક જવાનનું મોત થયુ હતુ. જે સમાચારને જૂદી-જૂદી સમાચાર એજન્સીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.  

PATRIKA.COM ARCHIVE
NEWS 18 HINDIARCHIVE
AAJTAKARCHIVE
BHASKAR.COMARCHIVE

તેમજ આ જ અકસ્માતની માહિતી અંગેનું અમને ANI નું ટ્વીટ પણ પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

 ત્યારબાદ અમે CRPFનો સંપર્ક સાધ્યો હતો અને આ જવાનના મૃત્યુ અંગે પુછતા એક ઉચ્ચ અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ જવાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીના કાફલામાં ફરજમાં હાજર ન હતા. પરંતુ પૂર્વ મંત્રી હંસરાજ આહિરના કાફલામાં હાજર હતા. દરમિયાન માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયુ હતુ.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે આ જવાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીના કાફલામાં ફરજમાં હાજર ન હતા. પરંતુ પૂર્વ મંત્રી હંસરાજ આહિરના કાફલામાં હાજર હતા. દરમિયાન માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયુ હતુ.

Avatar

Title:શું ખરેખર નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPFના જવાનનું મૃત્યુ થયુ હતું..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: Mixture