શું ખરેખર કાશ્મીરમાં આ પ્રકારે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Sharukh Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “आखिर यह कौन लोग हैं पुलिस अपना चेहरा ढक कर नहीं जाती तो फिर यह कौन लोग हैं जो महिलाओं के साथ ऐसा बर्ताव कर रहे हैं घर में जाकर क्या यही सब छुपाने के लिए कश्मीर को बंद किया गया है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કાશ્મીરનો છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વિડિયોને ધ્યાનતી જોતા જ ખ્યાલ આવી જાય છે. કે આ વિડિયોમાં દેખાડવામાં આવતા લોકો નાટકીય રૂપથી વર્તાવ કરી રહ્યા છે. અને એ જતાવા માંગે છે કે આ સાચી માથાકુટ છે. મહિલાઓ પોલીસનો જોરદાર વિરોધઝ કરે છે પણ આ બધુ એક નાટક લાગે છે.

ત્યારબાદ અમે સૌ-પ્રથમ InVid Toolની મદદથી ઉપરોક્ત વિડિયોનો સ્ક્રિન શોટ લઈ યાંડેક્સ રિવર્સ ઈમેજ ના માધ્યમથી શોધવા પ્રયત્ન કર્યો હતો. અમને પરિણામમાં આ વિડિયો યુ ટ્યુબ પર 5 મે 2019ના Khaabroo WebTv દ્વારા અપલોડ કરવામાં આવેલો વિડિયો મળ્યો હતો. જેના શિર્ષકમાં અરબી ભાષામાં લખવામાં આવ્યુ હતું, (ગુજરાતીમાં ભાષાંતર) “ડોન સૈયાબાદમેં સોલાની સમુદાયના ઘરો પર પોલીસ છાપેમારી કરી રહી છે. મહિલાઓ સાથે દરેક પ્રકારની માનવતા દર્શાવવામાં આવી રહી હોવાનું દેખાય છે. યદયપિ આ શાસનને બનાવી રાખવામાં આ સારૂ નથી લાગતુ, તમે એક રાજનીતિજ્ઞ છો.” 

Archive

આ વિડિયોના શીર્ષક અને લખાણમાં અમને ‘સિંધ’ અને ‘સઈદાબાદ’ લખેલુ મળ્યુ હતુ. જ્યારે અમે ગૂગલ પર ‘saeedabad sindh’ કી-વર્ડસથી શોધતા અમને પાકિસ્તાનમાં આવેલા શહેરનો નકશો મળ્યો હતો.

ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, આ વિડિયો ભારતનો નથી. પરંતુ પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. 

ત્યારબાદ અમે આ અંગે પાકિસ્તાન સિંધ પોલીસના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ વિડિયો શોધવા પ્રયત્ન કર્યો હતો. 11 મે 2019ના આ ઘટનાને લગતા ત્રણ ટ્વીટ અમને મળ્યા હતા. આ ટ્વીટમાં આ ઘટનાને સિંધમાં સ્થિત જમશોરોની હોવાનું જણાવ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે, આ વિડિયો ખોટો છે અને લોકોને ભ્રામક કરવા તથા સિંધ પોલીસને બદનામ કરવાના ઉદેશથી બનાવવામાં આવ્યો છે. 

TWEET NO. 1 

https://twitter.com/sindhpolicedmc/status/1127158136492699648

ARCHIVE

TWEET NO. 2

https://twitter.com/sindhpolicedmc/status/1127158242977693697

ARCHIVE

https://twitter.com/sindhpolicedmc/status/1127167061803896833

ARCHIVE

ત્યારબાદ આ અંગે અમે ગૂગલ પર ‘fake video+Jamshoro+police torture in Sindh” કીવર્ડસથી શોધતા અમને 12 મે 2019ના ‘DAWN’ નામના વેબસાઈટ પર આ અંગે પ્રસારિત સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવ્યુ હતુ કે, ફર્જી વિડિયો બનાવવા મામલે કુલ 5 લોકોની ધરપકડ કરાઈ છે જેમાં 4 પોલીસ કર્મીઓ પણ સામેલ છે. શનિવારના જમ્શોરો એસીપી તૌકીસ મોહમ્મદ નઈમ દ્વારા ભાન સૈયદાબાદ પોલીસ સ્ટેશનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 4 પોલીસ કર્મી સહિત 5 લોકોની નકલી વિડિયો અપલોડ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જે સમાચાર તમે નીચે વાંચી શકો છો.|

DAWN.COM | ARCHIVE 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કાશ્મીરનો નહીં પરંતુ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશોરો નામના શહેરમાં પોલીસ અને અમુક આમ નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા ફર્જી વિડિયો છે. જે સિંધ પોલીસને બદનામ કરવાના ઉદેશથી બનાવવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કાશ્મીરનો નહીં પરંતુ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશોરો નામના શહેરમાં પોલીસ અને અમુક આમ નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા ફર્જી વિડિયો છે. જે સિંધ પોલીસને બદનામ કરવાના ઉદેશથી બનાવવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર કાશ્મીરમાં આ પ્રકારે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False