શું ખરેખર ગુજરાત માંથી દારૂબંધી દૂર કરી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Natvar sonara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “જલસા કરો ભાઇ, જલસા ઘરમાં બેસીને દારૂ પીવાની છુટ્ટી આજથી જલસા કરો,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 227 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દારૂબંધીનો કાયદો ગુજરાત માંથી દૂર કરી દેવામાં આવ્યો હવે તમે ગુજરાતમાં દારૂ પી શકશો.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી હાઈકોર્ટે સ્વીકારી” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ 22 ફેબ્રુઆરી 2019નો છે. હાલનો આ અહેવાલ નથી. જે ABP ASMITAની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ABP ASMITA | ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને ZEE 24KALAK દ્વારા તારીખ 26 જૂલાઈ 2019ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સરકાર દ્વારા દારૂબંધીની આ અરજીનો હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રાઈવસીના અધિકારના ઓથા હેઠળ રાજ્યમાં દારૂબંધીમાં છૂટ આપી શકાય નહીં. સરકારે જણાવ્યું કે, અર્થપૂર્ણ જીવન જીવવાના અધિકારને બંધારણીય અધિકાર કહેવાય, પરંતુ કોઇપણ અધિકાર પર કાયદાનો અંકુશ અનિવાર્ય છે. 

ZEE 24 KALAK | ARCHIVE

ત્યારબાદ અમે ગુજરાત હાઈકોર્ટના વકીલ રાજેન્દ્ર શુકલા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અરજી પર હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તેમજ આ અરજી ઉભી પણ નહીં રહે. હાલ ગુજરાતમાં દારૂ બંધી લાગુ જ છે. સરકાર દ્વારા કોઈ છુટ આપવામાં આવી નથી.”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો યથાવત છે. દારૂ બંધીની કોઈ છૂટ આપવામાં આવી નતી. ABP ASMITA ના ન્યુઝના અહેવાલને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,ગુજરાતમાં દારૂબંધીનો કાયદો યથાવત છે. દારૂ બંધીની કોઈ છૂટ આપવામાં આવી નતી. ABP ASMITA ના ન્યુઝના અહેવાલને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાત માંથી દારૂબંધી દૂર કરી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False