
મારા વહાલા ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રશિયામાં બોરવેલ માં પડીગયેલી ૨ વરસની છોકરીને બચાવવામાટે ૧૭ વરસની પાતરી છોકરીએ જે કર્યું તેને Notional Geography televised દ્વારા કરેલું શૂટ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 313 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો તે રશિયામાં થયેલા રેસ્ક્યુ ઓપરેશનનો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને Gloria.tv દ્વારા 5 ફ્રેબ્રુઆરી 2016ના “W miejscowości Bebera w Rumunii 2-letnia dziewczynka wpadła do studni i utknęła na głębokości 5 metrów. Ratownicy spędzili 6 godzin, ażeby ją uratować, jednak bez rezultatu. W tym czasie okoliczni mieszkańcy modlili się o cud. Nagle swoją pomoc zaoferowała dziewczyna o imieniu Fornica. Ze względu na trudności związane z wyciągnięciem dziecka, jej pierwsza próba okazała się nieskuteczna. Jednak przy drugim podejściu wszyscy byli świadkami prawdziwego cudu: dziewczynka została wyciągnięta na powierzchnię cała i zdrowa.” શીર્ષક સાથે આ વિડિયો શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ઉપરોક્ત વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ગ્લોરિયા ટીવી દ્વારા વિડિયો પર જે શીર્ષક મુકવામાં આવ્યુ હતુ. તેને અમે ગૂગલ ટ્રાન્સલેટ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો રોમાનિયાના બેબેરાનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

આમ ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો રશિયાનો નહિં પરંતુ રોમાનિયાનો છે. અને રોમાનિયા એ યુરોપમાં આવેલો દેશ છે અને રોમાનિયા-રશિયા વચ્ચે 5177 કિલો મિટરનું અંતર છે. જે તમે નીચે ગૂગલ મેપ પર જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો રશિયાનો નહિં પરંતુ રોમાનિયાનો છે. અને રોમાનિયા એ યુરોપમાં આવેલો દેશ છે અને રોમાનિયા-રશિયા વચ્ચે 5177 કિલો મિટરનું અંતર છે.

Title:શું ખરેખર રશિયામાં કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનનો આ વિડિયો છે….?જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
