શું ખરેખર આ વિડીયો વડોદરાની વિશ્વામિત્રી નદીનો છે…..? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તમે વાંકાનેર ના છો ? તો આ પેજ Like કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વિશ્વામિત્રી વડોદરા નદીમાં મગર કેટલા છે જોઈ લેજો  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા તેમજ 4200 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીનો છે. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે આ વિડીયો અંગે યુટ્યુબ પર ‘river full of crocodile’ કીવર્ડથી શોધતા અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો સાથે મળતો વિડીયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો એક વર્ષ પહેલા ત્રણ અલગ-અલગ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.

image2.jpg

આ વિડિયોના કોમેન્ટમાં અમને ‘Everglades-US’ અને ‘Vishwamitri-Gujarat’ એમ બે અલગ-અલગ વિસ્તારો અંગે લખવામાં આવ્યુ હતુ. 

ત્યારબાદ અમને યુટ્યુબ પર ‘helicopter flying over river full of crovodiles’ કી વર્ડસથી શોધતા અમને વધુ એક વિડિયો મળ્યો હતો જે પોસ્ટ સાથે મળતો આવતો હતો.

image1.jpg

આ વિડિયો 29 એપ્રિલ 2018ના Dharmesh Vaghela દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.  

ત્યારના એક મહિના બાદ એટલે કે, 23 મે 2018ના ‘ROFFS Ocean Fishing Forecasting Service’ યુઝર દ્વારા આ વિડીયો Everglades નો હોવાનું જણાવવામાં આવી રહ્યુ હતુ. 

જોકે, વિડીયો અંગેની સત્યતા તપાસવી જરૂરી હતી. તેથી અમે વડોદરાના મુખ્ય ફોરેસ્ટ ઓફિસર આરાધના સાહુ સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, વડોદરામાં પૂર આવ્યા બાદ ઘણા વિડીયો આ પ્રકારે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ વિડિયો વિશ્વામિત્રી નદીનો નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે વિડીયો વાયરલ કરવામાં આવતો હોય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ  ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડીયો વિશ્વામિત્રી નદીનો ન હોવાનું વડોદરાના મુખ્ય ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યુ હતુ.  

Avatar

Title:શું ખરેખર આ વિડીયો વડોદરાની વિશ્વામિત્રી નદીનો છે…..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False