શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

The Lion of Porbandar નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जिस चीन को घर में घुसकर मारने की बात की थी | आज वो हिंदुस्तान के कि.मी अन्दर घुस गया | શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 156 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીનની સેના લદાખ ક્ષેત્રમાં 6 કિ.મી સુધી અંદર આવી હતી. 

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર ‘6 किमी तक घुसी चीन की सेना લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, મિડિયા રિપોર્ટમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની પોસ્ટ વાયરલ થઈ રહી હતી. પરંતુ ભારતીય સેના દ્વારા તે વાતને નકારી કાઢવામાં આવી હતી ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર ઘુસી આવી હોવાની વાતને પણ ખોટી ગણાવામાં આવી હતી. જે આપ નીચે વાંચી શકો છો.

PUNJAB KESRI | ARCHIVE

DAINIK BHASKAR | ARCHIVEDAINIK JAGRAN | ARCHIVEAMAR UJJALA | ARCHIVE

AAJTAK | ARCHIVE

આમ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ સાબિત થતો ન હતો. ચીનના સૈનિકો 6 કિમિ સુધી ભારતમાં ઘુસ્યા હોવાની વાત સાવ ખોટી છે. મિડિયા રિપોર્ટના આધારે 1.5 કિમિ સુધી તેઓ અંદર આવ્યા હતા. પરંતુ બાદમાં તેઓ પરત ચાલ્યા ગયા હતા. જો કે, ભારતીય સેના દ્વારા આ ઘુસણ ખોરીની વાતને નકારી કાઢવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ચીનના સૈનિકો 6 કિમિ સુધી ભારતમાં ઘુસ્યા હોવાની વાત સાવ ખોટી છે. મિડિયા રિપોર્ટના આધારે 1.5 કિમિ સુધી તેઓ અંદર આવ્યા હતા. પરંતુ બાદમાં તેઓ પરત ચાલ્યા ગયા હતા.

Avatar

Title:શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

Fact Check By: Yogesh Karia 

Result: False