
Sanjay Saraf નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના Mahakal ke Bhakat નામના પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “थाइलैंड में एक पर्वत के नीचे पानी का एक छोटा झरना है जिसके बाजु वाले पर्वत पे *ओम् ( ॐ* ) का उच्चारण करने पर पानी का फ़व्वारा बन कर पर्वत से भी उपर तक उछलता है.. ये किसी बोद्ध साधु – सम्प्रदाय ने बनाया है ।पानी का वज़न + गुरुत्वाकर्षण से भी इतना ऊपर पानी सिर्फ़ आवाज़ के तरंग से कैसे जा सकता है? ये कोई विज्ञानी ही बता सकता हे .. क्योंकि ऐसा सिर्फ़ *ओम् ( ॐ* )बोल ने पर ही होता हे !! ये भी एक अजूबा हे .. इसे कई भारतीयों ने भी ट्राई भी किया है..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 563 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 439 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, થાઈલેન્ડમાં એક જાદુઈ ઝરણું આવેલુ છે જેની સામે ઓમ બોલવાથી પાણીનો ફુવારો પર્વતથી પણ ઉપર જાય છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડચાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘USCLIP’ નામની વેબસાઈટ મળી હતી. જેમાં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વિડિયો અન્ય ભાષામાં હોવાથી અમે ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી ભાષા બદલી હતી. જેનું અંગ્રેજીમાં અનુવાદ ‘This Girl Shouts in Front of the Trumpet Then Unexpected Things Happen’ થયુ હતું. આ વિડિયોમાં 0.55 થી 0.58 વચ્ચે અને 1.08 થી 1.26 વચ્ચનો જે ભાગ છે તે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો સાથે મળી રહ્યો છે. આ ભાગમાં વિડિયોની નીચે “HIMALAYA MUSIC FOUNTAIN” લખવામાં આવ્યુ હતુ અને વિડિયોનો શ્રેય તેમને આપવામાં આવ્યો હતો. તેમજ બીજા ભાગમાં ‘OVER.DISCOVER’ લખવમાં આવ્યુ હતુ અને શ્રેય તેમને દેવામાં આવ્યો હતો.


ત્યારબાદ અમે ગૂગલ પર ‘himalaya music fountain’ કિવર્ડથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘Chinamusicfountain’ નામની એક વેબસાઈટ મળી હતી. જે વેબસાઈટમાં ‘પ્રોડક્ટ’ વિભાગમા અમને અવાજ દ્વારા નિયંત્રિત ફુવારા વિશે જાણવા મળ્યુ હતુ. જે કોઈ પણ પ્રકારના અવાજને નિયંત્રિત કરી શકે છે.

ત્યારબાદ અમે ગૂગલ પર ‘voice control fountain in china’ લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બે વિડિયો પ્રાપ્ત થયા હતા.
પહેલો વિડિયો : New China TV દ્વારા 14 નવેમ્બર 2018ના અપલોડ કરવામાં આવ્યો હતો વિડિયોના વિવરણમાં લખવામાં આવ્યુ હતુ કે, ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કૈંગશાન પર્વતમાં બનાવવામાં આવ્યો છે. અવાજથી ચાલતો પર્વત પોતાનામાં જ એક આકર્ષણનું કેન્દ્ર છે.
બીજો વિડિયો : Himalaya Music Fountain દ્વારા 10 એપ્રિલ 2018ના અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં જણાવવમાં આવ્યુ હતુ કે, ચાંગ્શા હિમાલય સંગીત ફુવારા નિગમ દ્વારા હાઉન ટુરિસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની સાથે હજાર બુધ્ધ ગુફા શાઉટ ફાઉન્ટેનનું નિર્માણ કરવા સફળતા પુર્વક એક કરારમાં સહી કરી હતી.
ત્યારબાદ અમે ગૂગલ પર ‘Cangshan Mountain in north china’s Shanxi Province’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘China Xinhua News’ નામના એક ન્યુઝ ચેનલની ફેસબુક પોસ્ટ મળી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફુવારો ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં કૈંગશાન પર્વતમાં બનાવવામાં આવ્યુ છે.

આમ, ઉપરોક્ત અમારી પડતાલમાં સાબિત થાય છે કે, આ પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો થાઈલેન્ડનો નથી. તેમજ માત્ર ॐ શબ્દના ઉચ્ચારણથી નથી ચાલતો. આ ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કૈંગશાન પર્વતમાં બનાવવામાં આવ્યુ છે અને કોઈ પણ અવાજથી ચાલે છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો થાઈલેન્ડનો નથી. તેમજ માત્ર ॐ શબ્દના ઉચ્ચારણથી નથી ચાલતો. આ ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કૈંગશાન પર્વતમાં બનાવવામાં આવ્યુ છે અને કોઈ પણ અવાજથી ચાલે છે.

Title:શું ખરેખર જાદૂઈ ઝરણું થાઈલેન્ડમાં આવેલું છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
