
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા છે તેમને દર મહિને સરકાર તરફથી ₹4000ની આર્થિક સહાય મળે છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજનાના નામે જે ફોટો સાથે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર દ્વારા આવી કોઈ જ યોજના હાલમાં અમલમાં નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોની માહિતીને ગૂગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા 13 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ જ વાયરલ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ‘મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના’ અંગેની પોસ્ટ ભ્રામક અને અસત્ય છે; ગુજરાત સરકાર દ્વારા આ નામની કોઈ યોજના અમલમાં નથી…
જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે…
વધુ માહિતી માટે અહીં આપેલ વેબસાઈટ પર ક્લિક કરો
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પણ 13 જુલાઈ, 2026ના રોજ આ માહિતી ખોટી હોવા અંગેના એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
મોરબી અપડેટ નામના એક ટ્વિટર યુઝર દ્વારા પણ આ માહિતી ખોટી હોવા અંગેની ટ્વિટ 9 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવી હતી.
વધુમાં અમને અન્ય ટ્વિટર યુઝર દ્વારા પણ આ માહિતી ખોટી હોવા અંગેની ટ્વિટ પ્રાપ્ત થઈ હતી જે તમે અહીં જોઈ શકો છો. Twitter Post 1 | Twitter Post 2
વધુમાં અમે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સત્તાવાર વેબસાઈટ sje.gujarat.gov.in પર પણ આ યોજના અંગે શોધ કરતાં અમને ત્યાં પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, મુખ્યમંત્રી બાળ આશીર્વાદ નામની કોઈ જ યોજના હાલમાં સરકાર દ્વારા અમલમાં નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજનાના નામે જે ફોટો સાથે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર દ્વારા આવી કોઈ જ યોજના હાલમાં અમલમાં નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


