અરવિંદ કેજરીવાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર ખાતે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાઈને પોતાનો ટેકો આપ્યો હતો. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનમ વાંગતુક ની સાથે કેજરીવાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ શાહી ભોજન લઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોનમ વાંગચુક દિલ્હીમાં ભૂખ હળતાળ પર બેઠા છે દરમિયાન અરવિંદ કેજરીવાલ શાહી ભોજન લઈ રહ્યા છે.

FACEBOOK

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 6 નવેમ્બર 2024નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલનો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં, કેજરીવાલ તેમની પત્ની અને અન્ય લોકો સાથે ભોજનનો આનંદ માણતા જોવા મળે છે. ભાજપે દિલ્હીના નેતાની ટીકા કરવા માટે Xનો ઉપયોગ કર્યો, તેને ‘એક સામાન્ય માણસ’ શબ્દો સાથે કેપ્શન આપ્યું.

તેમજ વધુ સર્ચ કરતા અમને ધ સ્ટેટમેન્ટ દ્વારા આ અંગે પ્રસારિત અહેવાલ પણ પ્રાપ્ત થયો હતો. જે પણ 6 નવેમ્બર 2024ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપ અને કોંગ્રેસે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પર એક વીડિયોને લઈને નિશાન સાધ્યું જેમાં તેઓ તેમની પત્ની અને અન્ય લોકો સાથે ભવ્ય ભોજનનો આનંદ માણી રહ્યા હતા, અને તેમની “આમ આદમી” (સરળ માણસ) છબી પર પ્રશ્નો ઉભા કર્યા.

આમ, ઉપરોક્ત પડતાલથી સાબિત થાય છે કે આ વીડિયો જૂનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ 2024નો છે. આ વીડિયોને હાલ સંદર્ભમાં ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલનો આ વીડિયો નવેમ્બર 2024નો છે.

Result Stamp

Title: અરવિંદ કેજરીવાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *