જાણો તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ભૂકંપ બાદ આવેલા સુનામીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ભૂકંપ બાદ આવેલા સુનામીનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ભૂકંપ બાદ આવેલા સુનામીનો નહીં પરંતુ વર્ષ 2025માં ફિલિપાઈન્સ ખાતે વર્ષ 2025માં આવેલા ચક્રવાત અને ભારે વરસાદનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને એક ફેસબુક યુઝર દ્વારા 9 નવેમ્બર, 2025 દ્વારા આ જ વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉવાન આવી રહ્યું છે. રવિવારે (૯ નવેમ્બર, ૨૦૨૫) ના રોજ, ઇસાબેલાના દિનાપિગ્યુના દરિયાકાંઠે જોરદાર મોજા અથડાયા, કારણ કે સુપર ટાયફૂન #UwanPH (ફંગ-વોંગ) લુઝોનના ભૂમિભાગની નજીક આવી રહ્યું છે. શક્તિશાળી ચક્રવાત આજે રાત્રે અથવા સોમવાર (૧૦ નવેમ્બર) સવારે ઓરોરા પ્રાંતમાં ત્રાટકવાની ધારણા છે. 

આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફિલિપાઈન્સના ઉવાન ખાતે ફુંગ-વોંગ ટાયફૂન ત્રાટક્યું તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આ જ વાયરલ વીડિયો અને માહિતી સાથેના સમાચાર franceinfo.fr દ્વારા પણ 10.11.2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. 

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ વીડિયો તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપ પછીના સુનામીનો નહીં પરંતુ ફિલિપાઈન્સ ખાતે વર્ષ 2025માં ત્રાટકેલા ટાયફૂનનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ભૂકંપ બાદ આવેલા સુનામીનો નહીં પરંતુ વર્ષ 2025માં ફિલિપાઈન્સ ખાતે વર્ષ 2025માં આવેલા ચક્રવાત અને ભારે વરસાદનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ભૂકંપ બાદ આવેલા સુનામીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *