જાણો તાજેતરમાં દિલ્હીના માલવીય નગર ખાતે હોટેલમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિલ્હીના માલવીય નગર ખાતે હોટેલમાં લાગેલી આગનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આ્વ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ વર્ષ 2025માં ફિલિપાઈન્સના Mandaue શહેરમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે દિલ્હી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની યુટ્યુબ ચેનલ પર આ જ વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન 11 ડિસેમ્બર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, આ વીડિયો ફિલિપાઇન્સનો હતો. વીડિયોના વર્ણનમાં લખ્યું છે કે, “ફિલિપાઇન્સમાં સળગતી ઇમારતમાંથી બહાર નીકળતા પહેલા એક મહિલા તેના બે કૂતરાઓને બચાવવા બદલ ઓનલાઇન પ્રશંસા મેળવી રહી છે. વાયરલ તસવીરોમાં 10 ડિસેમ્બર, 2025ના રોજ બનેલી ઘટના દરમિયાન મહિલા પ્રાણીઓને સલામત સ્થળે ફેંકી દેતી અને પછી અંતે આગથી બચવા સીડીથી નીચે ઉતરતી દેખાય છે.”

11 ડિસેમ્બર, 2025ના રોજ ધ સ્ટારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, “આ ઘટના ગુરુવારે (10 ડિસેમ્બરે) વહેલી સવારે ફિલિપાઇન્સના સેબુ પ્રાંતના મંડાઉ શહેરમાં બની હતી”.

અન્ય અહેવાલો તમે અહીં અને અહીં જોઈ શકો છે.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો દિલ્હીના માલવિયા નગર આગની ઘટનાનો નહીં પરંતુ ફિલિપાઈન્સનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આ્વ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ વર્ષ 2025માં ફિલિપાઈન્સના Mandaue શહેરમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે દિલ્હી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં દિલ્હીના માલવીય નગર ખાતે હોટેલમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *