
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાને કોર્ટે નાણાકીય ઉચાપતના કેસમાં 7 વર્ષની સજા ફટકારી પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઝી ન્યૂઝના સમાચારના જે ફોટા મૂકવામાં આવ્યા છે એ તાજેતરના નહીં પરંતુ વર્ષ 2019માં જ્યારે કોર્ટે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાને નાણાકીય ઉચાપત કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારી હતી ત્યારના છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ સમાચાર ઝી ન્યૂઝ દ્વારા 2 માર્ચ, 2029ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. પોસ્ટમાં આ જ સમાચારના સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો.
ઉપરોક્ત આ જ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને વર્ષ 2019માં પ્રસારિત થયા હોવાનું જાણવા મળ્યું હતું જે તમે અહીં જોઈ શકો છો. vtvgujarati.com | gujaratsamachar.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઝી ન્યૂઝના સમાચારના જે ફોટા મૂકવામાં આવ્યા છે એ તાજેતરના નહીં પરંતુ વર્ષ 2019માં જ્યારે કોર્ટે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાને નાણાકીય ઉચાપત કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારી હતી ત્યારના છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


