
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં સુબેન્દુ અધિકારી જીવ બચાવીને ભાગ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પહેલાંનો છે ત્યારે સુબેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા ન હતા. ભવાનીપુરમાં સુબેન્દુ અધિકારી અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો અને ત્યાર બાદ સુબેન્દુ અધિકારીને સલામત રીતે ત્યાંથી લઈ જવામાં આવ્યા તેનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ વાયરલ વીડિયો સાથેના સમાચાર અમને Asianetnewsની YouTube ચેનલ પર 29 એપ્રિલ, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ એવી માહિતી આપવામાં ન હતી આવી કે, સુબેન્દુ અધિકારી જીવ બચાવીને ભાગ્યા. આ સમાચારમાં આવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના ભવાનીપુર ખાતે સુબેન્દુ અધિકારી અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે નારેબાજી સાથે ટકરાવ થયો હતો.
ભાસ્કર ડિજીટલ દ્વારા પણ આ જ વીડિયો સાતેના સમાચાર 29 એપ્રિલ, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

વધુ તપાસમાં અમને આ જ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ntvbd.com | indiatoday.in
વાયરલ આ જ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પહેલાંનો છે ત્યારે સુબેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા ન હતા. ભવાનીપુરમાં સુબેન્દુ અધિકારી અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો અને ત્યાર બાદ સુબેન્દુ અધિકારીને સલામત રીતે ત્યાંથી લઈ જવામાં આવ્યા તેનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


