જાણો તાજેતરમાં કચ્છમાં માસૂમ બાળકીને માર મારવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય… 

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કચ્છમાં માસૂમ બાળકી પર અત્યાચાર કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022માં ભૂજના માધાપરમાં બનેલી ઘટનાનો છે. આ ઘટના અંગે વર્ષ 2024માં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા જે-તે સમયે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ વાયરલ વીડિયો સાથેના સમાચાર અમને દિવ્યભાસ્કર દ્વારા 11 મે, 2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભુજના માધાપર પોલીસ મથકે સગી જનેતા સામે પુત્રીને તાલિબાની માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. બાળકીને માર મારતો હોવાનો વીડિયો પ્રથમ સામાજિક ગ્રૂપમાં પોસ્ટ થયા બાદ આગની જેમ મોબાઈલ ફોનમાં વાઇરલ થયો હતો. જેને લઈ વોટ્સએપ ગ્રૂપમાં આ વીડિયો જૂનો હોવા સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દરમિયાન ક્રૂરતાની હદ વટાવતો વીડિયો વાઈરલ થયા બાદ અનેક અટકળો બાદ આખરે આ ઘટના માધાપરની હોવાનું સામે આવતા બાળકીને માર મારતી મહિલાના પૂર્વ પતિની ફરિયાદના આધારે પોલીસે કલમ 323 અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ જ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ahmedabadmirror.com | indiatv.in

આ જ વીડિયો સાથેની વધુ એક ટ્વિટ વર્ષ 2024માં એક ટ્વિટર યુઝર દ્વારા પણ ડીજીપી અને ગુજરાત પોલીસને ટેગ કરીને કરવામાં આવી હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે માધાપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો જૂનો છે અને આ ઘટના અંગે પોલીસ દ્વારા જે-તે સમયે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જૂનો છે અને આ ઘટનાને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022માં ભૂજના માધાપરમાં બનેલી ઘટનાનો છે. આ ઘટના અંગે વર્ષ 2024માં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા જે-તે સમયે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં કચ્છમાં માસૂમ બાળકીને માર મારવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *