
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જીમમાં વર્કઆઉટ દરમિયાન યુવાનનું મોત થયું તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં દેખાતા યુવકનું નામ કર્ષ છે અને તેનું મોત નથી થયું તેનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે એવું તેણે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા યુવકના ફોટો સાથે એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 24 મે, 2026ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો જીમમાં પોતાના શરીરને ફ્લેક્સ કરી રહ્યો છે અને અચાનક પાછળ પડી જાય છે, વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરો મરી ગયો છે. જ્યારે આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે, તે બ્લેકઆઉટને કારણે પડી ગયો હતો પરંતુ તે મૃત્યુ પામ્યો નથી, તે હજુ પણ એકદમ ઠીક છે અને વીડિયો બનાવી રહ્યો છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @karsh.hybrid છે, તમે તેને જોઈ શકો છો. જેમાં તેણે પડતો વીડિયો પણ તેણે પોતે પોસ્ટ કર્યો હતો જેને 9 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને વીડિયોમાં દેખાઈ રહેલા યુવકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં વાયરલ વીડિયો 1 મે, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો. આ વીડિયો સાથે ક્યાંય પણ યુવકનું મોત થયું હોવાની માહિતી આપવામાં આવી નથી.
https://www.instagram.com/p/DXyfIuthsT4
વધુમાં આ જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્ષ દ્વારા 25 મે, 2026ના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, સોસિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેનું મોત થયું હોવાની માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે. હું બ્લેકઆઉટને કારણ પડી ગયો હતો અને હાલમાં હું સંપૂર્ણ સ્વસ્થ છું. આવા ખોટા વીડિયો પર લોકોએ ભરોસો ન કરવો જોઈએ.
https://www.instagram.com/p/DYv6Y75os7b
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં દેખાતા યુવકનું નામ કર્ષ છે અને તેનું મોત નથી થયું તેનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે એવું તેણે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


