
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનતાં જ અવૈધ રીતે રહેતા લોકો ભાગવા લાગ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ મુંબઈના બાન્દ્રા ખાતે અવૈધ રીતે રહેતા બીજા રાજ્યના લોકોના રહોણાંક પર બુલડોઝર એક્શન લેવામાં આવી તેનો છે. આ વીડિયોને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ વાયરલ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 21 મે, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મુંબઈ ખાતેથી બીજા રાજ્યના લોકોનું સ્થળાંતર, બાન્દ્રાનો વીડિયો થયો વાયરલ.
ઉપરોક્ત આ જ વીડિયો અને માહિતી એક સત્તાવાર ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ 21 મે, 2026ના રોજ શેર કરવામાં આવી હતી.
https://www.instagram.com/p/DYmIAkHE9Ec/?img_index=4
અમારી વધુ તપાસમાં અમને એક સામાજીક કાર્યકર દ્વારા પણ આ જ વીડિયો અને માહિતી તેના સત્તાવાર ટ્વિટર પર 21 મેના રોજ પોસ્ટ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ મુંબઈના બાન્દ્રા ખાતે અવૈધ રીતે રહેતા બીજા રાજ્યના લોકોના રહોણાંક પર બુલડોઝર એક્શન લેવામાં આવી તેનો છે. આ વીડિયોને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


