
સંયુક્ત આરબ અમીરાતના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેના કારણે રહેવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભમાં, એક વીડિયો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને દુબઈનો હોવાનું કહેવાય છે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એરપોર્ટના રનવે પર પાણી ભરાયેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં આવેલા પૂર દરમિયાનનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘9 ન્યૂઝ’ નામના ફેસબુક પેજ પર આ વીડિયો મળ્યો. આ વીડિયો 17 એપ્રિલ 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભારે વરસાદને કારણે આવેલા ગંભીર પૂરને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પાણીમાં ડૂબી ગયા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને 17 એપ્રિલ 2024ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં જણાવાયું હતુ કે, “આ વીડિયો દુબઈમાં આવેલા પૂર પછીની પરિસ્થિતિ દર્શાવે છે.”

અન્ય ન્યૂઝ એજન્સી દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને બીબીસીનો અહેવાલ પણ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી અને દુબઈ રનવેના વધુ વીડિયો શેર કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલમાં દુબઈમાં આવેલા પૂરનો નથી, પરંતુ વર્ષ 2024માં આવેલા પૂરનો વીડિયો છે. હાલમાં આવેલા પૂર સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.


