શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધની રેલીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં ભીડ રસ્તાની બંને તરફ ચાલતી જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ ઉંટ પર બેસીને તેમજ ગળામાં હાર પહેરીને જતો જોઈ શકાટ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી વિરોદ્ધમાં કાઢવામાં આવેલી રેલીનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદી વિરોદ્ધમાં કાઢવામાં આવેલી રેલીનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી ન્યુઝનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રાજસ્થાનમાં 6 મહિલા પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમયે બનેલી ભારત આદિવાસી પાર્ટીએ લોકસભામાં પ્રવેશ કર્યો છે. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર રોતે બાંસવાડા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.” 

એનડીટીવી દ્વારા પણ તેમની ઓફિશિયીલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયોને પ્રકાશિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ રાજસ્થાનની લોકલ ન્યુઝ ચેનલ ફર્સ્ટ ઈન્ડિયા ન્યુઝ દ્વારા પણ રાજકુમાર રોતેના નામાકાંનના આ વીડિયોને બીજા સ્થળે અને બીજા લોકેશનથી શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ રાજકુમાર દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર 4 એપ્રિલના નામાંકન સમયની ફોટો તેમના શેર કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/official.roat.mla/posts/940817381379623?__cft__[0]=AZVsac-jhfxd84JnbL2PFECt5wjkif6uGd0336bsHXRnHLt6b9Qviz0F0vnNgFwvvKuUeons8CUZ72eSdw1gBib1_wwqfGSQHk6XpZYEEhgpHlB4HL1vmyz4gPUQOUVCIxoQm1Ic5xdpft_EG2k19L-DXOXTHMGgsYv4XgVLEEQQ5DCtZrzFOlBqy2gTQxxdL_XA9Hn7HT0qu4JBv3PT0N7Q&__tn__=%2CO%2CP-R

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધની રેલીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading