લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ચૂંટણી કમિશ્નર દ્વારા વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી થવાની હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ જોવા મળે છે. આ મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.  

સૌપ્રથમ અમે સામાન્ય ચૂંટણી 2024ની મતદાનની તારીખના સમાચાર અને પોસ્ટને ચકાસવા માટે પહેલા ભારતના ચૂંટણી પંચ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની વેબસાઇટ તપાસી, પરંતુ આ સંદર્ભમાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

તેમજ અમે વધુ તપાસ કરતા અમને એક પત્ર પ્રાપ્ત થયો હતો. જે 19 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાંથી મદદનીશ મુખ્ય ચૂંટણી અધિકારી ટી મિસાઓ દ્વારા સીઈઓ દિલ્હીના કાર્યાલયના દરેક શાખાના પ્રભારી અને દિલ્હીના NCTના તમામ 11 જિલ્લાના SDMને મોકલવામાં આવ્યો હતો.

જેની સાથી માહિતી આપવામાં આવી હતી કે, અધિકારીએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચને આગામી 2024ની લોકસભા ચૂંટણીના સુચારુ સંચાલન માટે નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી આયોજન નિયમોનું પાલન કરવા અને તેનું સંચાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા હતા. પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે માત્ર લોકસભા 2024ની આગામી સામાન્ય ચૂંટણી માટે, પંચે સંદર્ભના હેતુ માટે અને ચૂંટણી આયોજકમાં પ્રારંભ અને સમાપ્તિની તારીખોની ગણતરી કરવા માટે કામચલાઉ રીતે મતદાનનો દિવસ 16 એપ્રિલ 2024 તરીકે આપ્યો છે. 

તેમજ અમે વધુ તપાસ કરતા અમને ભારતના ચૂંટણી પંચના ટ્વિટર હેન્ડલ પર 23 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવેલી પોસ્ટ મળી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પત્રમાં કામચલાઉ મતદાન તારીખ તરીકે ઉલ્લેખિત તારીખ 16.04.2024 માત્ર ચૂંટણી અધિકારીઓ માટે ECIના ચૂંટણી આયોજક મુજબ પ્રવૃત્તિઓનું આયોજન કરવા સંદર્ભ હેતુ માટે હતી અને વાસ્તવિક સમયપત્રક પર તેની કોઈ અસર નથી. ચૂંટણીની જે ECI દ્વારા યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.” 

Archive  

તેમજ વધુ સર્ચ કરતા અમને મુખ્ય ચૂંટણી અધિકારી, દિલ્હીના કાર્યાલય તરફથી કરવામાં આવેલુ અન્ય એક ટ્વિટ પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, આ તારીખનો ઉલ્લેખ ECI ના ચૂંટણી આયોજક મુજબ પ્રવૃત્તિઓનું આયોજન કરવા અધિકારીઓ માટે માત્ર ‘સંદર્ભ’ માટે કરવામાં આવ્યો હતો. 

તેમજ ધણા મીડિયા હાઉસ દ્વારા (ધ ઈકોનોમિક્સ ટાઈમ્સ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ) પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી 2024ની લોકસભાની ચૂંટણીને લઈ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 16 એપ્રિલ 2024ના લોકસભા 2024 માટે મતદાન કરવામાં આવશે તે વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False