
Fan Of Der નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈલેકશન પૂરુ વિકાસ ચાલું.. ફક્ત એક જ દિવસમા પેટ્રોલ પર 3 રુપિયા વધારો કરી ભારત લુંટો યોજના ફરી લાગુ થઈ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 331 લોકોએ લાઈક કરી હતી, 21 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 161 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લીધો હતો અને રિવર્સ ઈમેજ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામોમાં અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસ આગળ વધારી અને ગુગલનો સહારો લીધો. અને IOCL ની ઓફિશિયલ વેબસાઈટ પરથી અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે મોરબીના છોટાલાલ એન્ડ કંપનીના પેટ્રોલપંપના પેટ્રોલ વેચાણના ભાવ પ્રાપ્ત થયા જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરની માહિતીમાં તમે જોઈ શકો છો કે છોટાલાલ એન્ડ કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલની કિંમત 70.62 રૂપિયા છે, જ્યારે એક્સ્ટ્રા પ્રિમિયમ પેટ્રોલની કિંમત 73.44 રૂપિયા છે. આમ, ઉપરની પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને બિલ અલગ-અલગ છે એવું સાબિત થાય છે. એટલે કે 28 એપ્રિલનું બિલ સાદા પેટ્રોલનું છે અને 29 એપ્રિલનું બિલ એક્સ્ટ્રા પ્રિમિયમનું છે. પરંતુ લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેમજ ચૂંટણીના માહોલનો લાભ ઉઠાવવા માટે પોસ્ટને ખોટી રીતે વાયરલ કરવામાં આવી છે.
આ અંગે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે પેટ્રોલપંપના માલિક પ્રમોદભાઈ સોલંકી નો સંપર્ક સાધતાં તેમણે અમને એવું જણાવ્યું હતું કે, “આ બંને બિલ મારા જ પેટ્રોલપંપના છે પરંતુ 28 એપ્રિલનું બિલ સાદા પેટ્રોલનું છે, જ્યારે 29 એપ્રિલનું બિલ એક્સ્ટ્રા પ્રિમિયમ પેટ્રોલનું છે. હાલમાં ચૂંટણીનો માહોલ ચાલતો હોવાથી રાજકીય પક્ષો દ્વારા અને કેટલાક ઠગબાજો દ્વારા આ પ્રકારની માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હોય છે.”
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. એક જ દિવસમાં પોટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો તે વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું એક જ દિવસમાં પેટ્રોલના ભાવમાં થયો 3 રૂપિયાનો વધારો…! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
