જાણો તમિલનાડુ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં જાહેર રસ્તા પર થઈ રહેલી જૂથ અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાહેરમાં થઈ રહેલી આ જૂથ અથડામણનો વીડિયો તમિલનાડુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તમિલનાડુનો નહીં પરંતુ ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે ભૂંડ પકડવા બાબતે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણની ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

FDR from Assam નામના ફેસબુક પેજ દ્વારા 4 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Thank you Tamil ladu police kya dekh raha hai bhai Vodeo. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાહેરમાં થઈ રહેલી આ જૂથ અથડામણનો વીડિયો તમિલનાડુનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને સંદેશ ન્યૂઝ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 25 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરેન્દ્રનગર ખાતે ભૂંડ પકડવાની હદ બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP Asmita | Zee News 

દિવ્યભાસ્કર અને ન્યૂઝ18 ગુજરાતી દ્વારા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તમિલનાડુનો નહીં પરંતુ ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે ભૂંડ પકડવા બાબતે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણની ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તમિલનાડુ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False