Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ વીડિયોને ઇન્ડોનેશિયાના ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો તાઈવાનમાં આવેલા ભૂંકપનો વીડિયો છે.

ઈન્ડોનેશિયામાં ઉંડા સમુદ્ર તડમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જંગલની અંદર ભૂકંપની તીવ્રતાના કારણે એક જૂથના ચાર લોકો જમીન પર પટકાતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડોનેશિયામાં મંગળવારે આવેલા ભૂકંપનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sandesh News નામના ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈન્ડોનેશિયામાં મંગળવારે આવેલા ભૂકંપનો આ વીડિયો છે.”

Instagram | IN post Archive | IN video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 19 સપ્ટેમ્બર 2022ના અપલોડ કરવામાં આવ્યો હતો. EBCNews નામની ચાઈનીઝ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં ચાઈનીઝ ભાષામાં માહિતી આપવામાં આવી હતી કે, “જ્યારે ગઈકાલે જોરદાર ભૂકંપ આવ્યો, ત્યારે Hualien “Zhuoxi ટાઉનશીપ” માઉન્ટેનિયરિંગ એસોસિએશનના લેક્ચરર્સ પર્વત પર વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી રહ્યા હતા, અને તરત જ જમીન હલી ગઈ. વિદ્યાર્થીઓ ગભરાઈને ચીસો પાડ્યા, અને લેક્ચરર્સ પણ આપત્તિઓને રોકવા માટે જમીન પર સૂઈ ગયા. લેક્ચરરે કહ્યું કે તેણે ક્યારેય આટલા મજબૂત ભૂકંપનો સામનો કરવો પડ્યો નથી, અને તે હજી પણ “માઉન્ટેન મિંગ” નો અવાજ સાંભળી શકે છે.” 

TTVન્યુઝ નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ 18 સપ્ટેમ્બર 2022ના આ વીડિયોના અમુક ભાગો અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં પણ માહિતી આપવામાં આવી હતી કે, તાઇવાનના હુઆલિઅનમાં આવેલા ભૂકંપના આ દ્રશ્યો છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને setn.com નામની ન્યુઝ વેબસાઈટ દ્વારા પ્રકાશિત 19 સપ્ટેમ્બરના વીડિયોમાં માહિતી આપવામાં આવી હતી કે, “તે ઝુઓક્સી પર્વતારોહણ સંઘની શિક્ષણ પ્રવૃત્તિ કરી રહ્યુ છે. પર્વતારોહણમાં અડધા રસ્તા પર એક જોરદાર ભૂકંપ આવ્યો. માત્ર પર્વતો અને જંગલો જ હિંસક રીતે ધ્રૂજી રહ્યા હતા તેવુ ન હતુ પરંતુ એક વિચિત્ર ગર્જના પણ હતી.” 

ઝુઓક્સી ટાઉનશિપ માઉન્ટેનિયરિંગ એસોસિએશનના ફેસબુક પેજ પર આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “1000 મીટર પર ઝુઓક્સી માઉન્ટેન. હાથથી બનાવેલ ટ્રેઇલ વંશીય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અભ્યાસક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ગાઓ જિઆનઝિઆંગ ભણાવતા હતા.”  

Archive

અન્ય તાઈવાન મીડિયા દ્વારા પણ આ અંગેના સંપૂર્ણ આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે લિંક-1, લિંક-2, લિંક-3 પર ક્લિક કરીને જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ભૂકંપનો આ વીડિયો ઇન્ડોનેશિયાનો નહિં પરંતુ તાઈવાનમાં સપ્ટેમ્બર 2022માં આવેલા ભૂકંપનો વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False