
થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી રિટાયર્મેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યારબાદથી તેઓના રાજકારણમાં જોડાવાની અટકળો થઈ રહી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હરભજન સિંઘ હાલમાં કોઈ પણ પાર્ટી જોઈન નથી કરવાના. તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાયાની વાતનું ખંડન કર્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhadrika Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.”

FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK | FACEBOOK |
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે હરભજન સિંઘના તમામ સોશિયલ મિડિયા એકાઉન્ટ (ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ) ચેક કર્યા હતા. પરંતુ અમને ક્યાંય પણ તેઓએ આમ આદમી પાર્ટી જોઈન કરી હોવાનું જાણવા મળ્યુ ન હતુ.
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં હરભજન સિંઘ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “મેં ભવિષ્યની યોજનાઓ અંગે કોઈ નિર્ણય લીધો નથી. હું ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ. તે ક્રિકેટ છે જેનાથી લોકો મને ઓળખે છે. જ્યાં સુધી મારી રાજકીય કારકિર્દીનો સવાલ છે, હું પોતે જ આવનારા સમયમાં તેનો ખુલાસો કરીશ. જ્યારે પણ આવું થશે, હું તેના વિશે બધાને જાણ કરીશ. ભજ્જીએ વધુમાં કહ્યું કે સાચું કહું તો મેં હજી સુધી આ વિશે વિચાર્યું નથી. મને અલગ-અલગ પાર્ટીઓ તરફથી ઓફર મળી છે, પરંતુ હું બેસીને વિચાર કરીશ. આ કોઈ નાનો નિર્ણય નહીં હોય કારણ કે આ રોલ માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. હું કોઈ કામ અડધેથી નથી કરતો. જે દિવસે હું આ માટે માનસિક રીતે તૈયાર થઈ જઈશ, ત્યાર બાદ હું રાજકારણમાં આવીશ.”

NDTVને આપેલા ઇન્ટરવ્યુમાં પણ તેમણે સ્પષ્ટ કર્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા સીધો જ હરભજન સિંઘનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હું હાલમાં પોલિટિક્સ જોઈન નથી કરવાનો. સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલા તમામ સમાચાર ખોટા છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હરભજન સિંઘ હાલમાં કોઈ પણ પાર્ટી જોઈન નથી કરવાના. તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાયાની વાતનું ખંડન કર્યુ હતુ.

Title:શું ખરેખર ક્રિકેટર હરભજન સિંઘ આમ આદમી પાર્ટીમાં જોડાયા…?
Fact Check By: Yogesh KariaResult: False
