શું ખરેખર તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રોટોકોલ તોડીને તેમના શિક્ષકના ચરણ સ્પર્શ કર્યા…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડડિયા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક વૃદ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પ્રોટોકોલ તોડીને ચરણસ્પર્શ કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2019 માં જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુર ખાતે તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પગે લાગ્યા હતા ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kishor Makwana નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માણસ ગમે તેટલા મોટા પદે પહોંચે પણ સંસ્કારી હોય એના સંસ્કાર બહાર આવે જ… રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રોટોકોલ તોડીને પોતાને ભણાવનાર, પોતાનામાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરનાર શિક્ષકના ચરણસ્પર્શ કર્યા.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પ્રોટોકોલ તોડીને ચરણસ્પર્શ કર્યા.

screenshot-www.facebook.com-2021.06.30-19_43_47.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને President of India દ્વારા 25 ફેબ્રુઆરી, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કાનપુર ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અલ્મા મેટર બીએનએસડી ઈન્ટર કોલેજ અને શિક્ષા નિકેતનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ તેમને શિક્ષણ આપતા શિક્ષકોના ચરણસ્પર્શ કર્યા હતા.  

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. timesofindia.indiatimes.com | hindustantimes.com

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2019 નો છે.

હવે એ પણ જાણવું જરુરી હતું કે, રામનાથ કોવિંદ તાજેતરમાં તેમના વતન ગયા હતા કે કેમ?

તો અમારી વધુ તપાસમાં અમને sandesh.com દ્વારા 28 જૂન, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હેલિકોપ્ટરમાંથી ઉતરતાંની સાથે જ તેમના વતન કાનપુરના દેહાતની ધરતીને સ્પર્શ કરીને ઝૂકીને નમન કર્યા હતા. 

screenshot-sandesh.com-2021.06.30-20_18_46.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. india.com | hi.glbnews.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2019 માં જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુર ખાતે તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પગે લાગ્યા હતા ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રોટોકોલ તોડીને તેમના શિક્ષકના ચરણ સ્પર્શ કર્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context