
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. “તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે ગુજરાતના સ્થાનિક તમામ મિડિયાએ એક વિડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો ઉના પાસેનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા વાવાઝોડાનો નથી. આ વિડિયો ગત વર્ષનો અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paddhari updates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો ઉના પાસેનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને S24 News Channel નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો અમરેલીના ઝાફરાબાદ શહેરમાં આ પ્રકારે વરસાદ વરસ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.”
ત્યારબાદ અમે ગૂગલ પર આ અંગે વધૂ સર્ચ કરતા ગુજરાતના હવામાન વિભાગની માહિતી આપતા ફેસબુક પેજ ‘ગુજરાત હવામાન સમાચાર’ નામના ફેસબુક પેજ પર આ વિડિયો અંગે માહિતી શેર કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો ઉના પાસે હાલમાં આવેલા વાવાઝોડાનો નહિં પરંતુ જાફરાબાદના પીપાવાવ પોર્ટનો ગત વર્ષનો છે.”
તેમજ ગત વર્ષે આ જ વિડિયો 23 સપ્ટેમ્બર 2020ના આ વિડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે અમરેલીના સ્થાનિક તંત્રનો તેમજ સ્થાનિક પત્રકારોનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ પૃષ્ટી કરી હતી કે આ વિડિયો ગત વર્ષનો પીપાવાવ પોર્ટનો જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા વાવાઝોડાનો નથી. આ વિડિયો ગત વર્ષનો અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:એક વર્ષ જૂના વિડિયોને હાલના તાઉ તે વાવાઝોડાનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…..
Fact Check By: Yogesh KariaResult: False
