શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા વિરુદ્ધ નહીં પરંતુ અમિત શાહ દ્વારા ગુજરાતની જનતાને આ પ્રકારે ધમકી આપવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

DrManish Aacharya નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીનો આ અરવિંદ કેજરીવાલ પોતાનો વિરોધ કરનારને ધમકી આપે છે, ગુજરાત માટે તેના મન મા કેટલી નફરત છે તે સાંભળો, આજે એ જ અરવિંદ આપણા જ મલક માં આપણને ભરી પીવા આવ્યો છે તો મિત્રો મુરબ્બીઓ સ્નેહીઓ સ્વજનો તમે પણ તેને બતાવી દેજો કે કાઠિયાવાડ નું ખમીર શું છે ગુજરાતની ખુમારી શું છે! યાદ રાખજો, આપણૅ મફતિયા ભિખારીઓ નથી, ઈશ્વર કદી આપણા હાથમાં દિલ્હીવાસીઓ જેવો ભીખનો કટોરો ન પકડાવે!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને એવી ધમકી આપવામાં આવી કે, જો મારો વિરોધ કરશો તો હું તમને કચડી નાંખીશ. મારું જે બગાડી શકતા હોવ એ બગાડી લેજો.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Mango News ના સત્તાવાર યુટ્યુબ પર અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 19 ઓક્ટોમ્બર, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરત ખાતે વર્ષ 2016 માં અરવિંદ કેજરીવાલની રેલી યોજાઈ હતી તે સમયના ભાષણનો આ વીડિયો છે. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં 09.50 મિનિટ પછી અરવિંદ કેજરીવાલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, “અમિત શાહની સમગ્ર ગુજરાતને ચેતવણી છે કે, હું તો ગુજરાતને આજ રીતે ચલાવીશ. જો મારો વિરોધ કરશો તો હું તમને કચડી નાંખીશ. ગુજરાતવાસીઓ મારું તમે જે બગાડી શકતા હોવ એ બગાડી લો.” આવું અરવિંદ કેજરીવાલ તેમના ભાષણમાં અમિત શાહના સંદર્ભમાં કહી રહ્યા છે.

Archive

આજ વીડિયો અમને અન્ય જગ્યાએ પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Aam Aadami Party | Paperwala

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા વિરુદ્ધ નહીં પરંતુ અમિત શાહ દ્વારા ગુજરાતની જનતાને આ પ્રકારે ધમકી આપવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું.

Avatar

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: False