
તાજેતરમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મંદિર સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મંદિર બનાઓના બેનર સાથે અમુક લોકો જોવા મળે છે અને પાકિસ્તાનના ધ્વજ પણ જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઇસ્લામાબાદમાં મંદિર તોડી પાડ્યા બાદ મુસ્લિમોએ ‘મંદિર બનાઓ’ અભિયાન શરૂ કર્યું છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં હિન્દુ મંદિર બનાવવાની વાત તો ચાલી રહી છે, પરંતુ તેનું જોડાણ 30 ડિસેમ્બરના રોજ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંદિર તોડવાની ઘટના સાથે સંબંધિત નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇસ્લામાબાદમાં મંદિર તોડી પાડ્યા બાદ મુસ્લિમોએ ‘મંદિર બનાઓ’ અભિયાન શરૂ કર્યું છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 11 જૂલાઈ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો 8 જૂલાઈ 2020નો ઈસ્લામાબાદનો છે જેમાં ઘણા લોકો એકઠા થયા હતા અને હિંદુ મંદિર બનાવવા એક રેલી કાઢી હતી તે સમયનો આ ફોટો છે.” આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ રેલી અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હિન્દુ મંદિર બનાવવાની વાત તો ચાલી રહી છે, પરંતુ તેનું જોડાણ 30 ડિસેમ્બરના રોજ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંદિર તોડવાની ઘટના સાથે સંબંધિત નથી.

Title:શું ખરેખર પાકિસ્તાનમાં હાલમાં મંદિર તોડ્યા બાદ ફરી બાંધવાની માંગ ઉઠવા પામી છે…?
Fact Check By: Yogesh KariaResult: Partly False
