શું ખરેખર તમામ ટ્રેનોનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેનનું એન્જિન જોવામાં આવી રહ્યુ છે. આ એન્જિનમાં ખાનગી કંપનીની જાહેરાત અને અદાણીનું નામ જોવામાં આવી રહ્યુ છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે અને ટ્રેનોને પ્રાઈવેટ કંપનીને વેચવામાં આવી રહી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ટ્રેનના એન્જિન પર અદાણી ગ્રુપ દ્વારા રેલવેમાં વિજ્ઞાપન આપવામાં આવ્યુ છે. સરકાર દ્વારા ટ્રેન વહેંચી દેવામાં આવી હોવાની તેમજ ખાનગીકરણ કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjay Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે અને ટ્રેનોને પ્રાઈવેટ કંપનીને વેચવામાં આવી રહી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પશ્ચિમ રેલવેની એક લિંક પ્રાપ્ત થઈ હતી. જે 1 ફેબ્રુઆરી 2020ના પોસ્ટ કરાઈ હતી. જે અહેવાલ અનુસાર, બરોડામાં 10 ટ્રેનોમાં વિજ્ઞાપન લગાડવા માટે રેલવે દ્વારા 5 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરો અદાણી ગ્રુપને એનાયત કરવામાં આવ્યા હતા. આથી અદાણીના ફોરચ્યુર્ન અટારની જાહેરાત બરોડામાં ટ્રેન પર લગાડવામાં આવી હતી. 

પશ્ચિમ રેલ્વેના ફેસબુક પેજ પર 1 ફેબ્રુઆરીએ ટ્રેનના ઉદ્ઘાટન સમારોહની ઘોષણા કરવામાં આવી હતી. રેલવેને 1 કરોડ અને 5 લાખ રૂપિયાની આવક થવાની અપેક્ષા કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK | FB POST ARCHIVE

13 ડિસેમ્બરે The PrintIndia  દ્વારા પ્રકાશિત એક ટ્વિટમાં, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, વાયરલ વિડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય રેલવેની તમામ ટ્રેનો વેચાવામાં આવી છે. તે દાવો ખોટો છે. આ એક જાહેરાત છે. ભારતીય રેલવેએ અદાણી જૂથને ટ્રેનનું વેચાણ કર્યું નથી.

Archive

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ આ દાવાને નકારવામાં આવ્યો હતો અને દાવો ખોટો હોવાની પૃષ્ટી કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ટ્રેનના એન્જિન પર અદાણી ગ્રુપ દ્વારા રેલવેમાં વિજ્ઞાપન આપવામાં આવ્યુ છે. સરકાર દ્વારા ટ્રેન વહેંચી દેવામાં આવી હોવાની તેમજ ખાનગીકરણ કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર તમામ ટ્રેનોનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False