જે સમય થી ખેડૂત આંદોલન શરૂ થયુ છે, ત્યારથી સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ ખેડૂત આંદોલનના નામે એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટર લઈ ઉભો છે અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનો ફોટો ખેડૂત આંદોલનનો છે અને તે અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરતો ફોટો ખેડૂત આંદોલનનો નથી. આ ફોટો વર્ષ 2019માં દલ ખાલસા દ્વારા આયોજીત પ્રદર્શનનો છે અને ખેડૂત આંદોલન સાથે ખોટી માહિતી આપી જોડવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Piyushsinh Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ યુવાનનો ફોટો ખેડૂત આંદોલનનો છે અને તે અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 14 માર્ચ 2020નો સિખ પોલિટિક્સ વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આર્ટીકલ 370 નાબુત થયા બાદ ધરપકડ કરાયેલ અલગાવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરતા એક આંદોલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન દલ ખાલસા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

શીખ સિયાસત ન્યુઝ | સંગ્રહ

આ વિશે વધુ જાણકારી મેળવવા માટે, ફેક્ટ ક્રેસસેન્ડોએ શીખ સિયાસતના સંપાદક પરમજિત સિંઘનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, “આ ફોટો 9 ડિસેમ્બર 2019ના રોજ થયેલા આંદોલનનો છે. આ ગ્રુપના કાર્યકરો, જેમણે અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરી હતી, તેમને કથુઆમાં કાશ્મીર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે તેમણે આ આંદોલન શરૂ કર્યું હતું. આ ફોટોને હાલના ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી.

પરમજીતસિંહે દલ ખાલસા તરફથી ફેક્ટ ક્રેસસેન્ડોને એક ઈ-મેઇલ પણ મોકલ્યો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ફોટો 2019 નો છે. ઇમેઇલમાં ચળવળના અન્ય ફોટા પણ શામેલ છે.

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 9 ડિસેમ્બર, 2019નો જમ્મુ લિન્ક ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોમાં એક શીખ યુવક પણ દેખાઈ રહ્યો છે જે યુવકનો ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ આંદોલનના આ સમાચાર 10 ડિસેમ્બર 2019ના રોજ આ ચેનલની વેબસાઇટ પર પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરતો ફોટો ખેડૂત આંદોલનનો નથી. આ ફોટો વર્ષ 2019માં દલ ખાલસા દ્વારા આયોજીત પ્રદર્શનનો છે અને ખેડૂત આંદોલન સાથે ખોટી માહિતી આપી જોડવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ખેડૂત આંદોલન દ્વારા કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી....?

Fact Check By: Yogesh Karia

Result: False