
Tushar Talaviya spg નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#ચીન નાં હુમલામાં ઘાયલ જવાન #સુરેન્દ્રસિંહ એ તેના #પિતાને અને કરેલી વાત કે આપડા 👉 ૩૦૦ થી ૪૦૦. 👈 જ જવાન હતાં અને #ચીનીયાવ ,👉 ૨૦૦૦ થી ૨૫૦૦ 👈હતાં ઓચિંતા અમે કેમ એના વચ્ચે આવિગ્યા ખબર જ ન રય એની પાસે #ચાબુક #લાકડિયું અને #પત્થર હતાં જેનાથી એ લોકો અમારા પર #હુમલો j કરવા માંડયા અને #ભારતીય #જવાનો પાસે કઈ જ નોતું અમે #ખાલી #હાથ હતા પણ તોય અમે jaryey #ગભરાયા નઈ અને અમારાં #હાથ ને જ 👉 હથિયાર 👈કરી એણે એક એક ઉપર તુટી પડ્યાં તોય અમને #અફસોસ છે કે અમે અમારા 20 #સાથીયો ને #બચાવી નો શક્યા એ લોકો #લડતાં #લડતાં 👉 વીરગતિ 👈પ્રાપ્ત થઈ ગયા… જય હિન્દ જય ભારતીય આર્મી.”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 82 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ભારત-ચીન વચ્ચે થયેલી લડાઈમાં ઘાયલ સૈનિક સુરેન્દ્રસિંહનો આ ફોટો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો વર્ષ 2016 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જ્યારે ભારતીય-ચીન સૈનિકો વચ્ચે 15 જૂનની રાત્રે ટક્કર થઈ હતી. અમારી કહેવાનું છે કે આ ફોટો પહેલેથી જ ઉપલબ્ધ છે.
આ ફોટોનો ઉપયોગ ઇન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા સહિતના દેશોની વિવિધ વેબસાઇટ્સ પર થતો હોવાનું જોવા મળ્યું હતું. જો કે તે સ્પષ્ટ નથી કે આ ફોટો શેના વિષે છે, તેનો ઉપયોગ સૈન્ય તાલીમ વિશેના લેખોમાં થાય છે. આ ફોટો ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે કે કેવી સખત અને અઘરી તાલીમ સૈનિકોએ પસાર કરવું પડે છે.
આવા જ એક બ્લોગપોસ્ટમાં, તેનો ઉપયોગ 22 મે, 2016 ના રોજ કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2016થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, હાલમાં ભારત અને ચીન વચ્ચે થયેલા યુધ્ધમાં ઘાયલ સૈનિકનો આ ફોટો નથી.

Title:શું ખરેખર હાલમાં ચીન સાથેની લડાઈમાં ઘાયલ સૈનિક સુરન્દ્રસિંહની તસ્વીર છે.? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
