આ વીડિયો વર્ષ 2008નો છે. જેમાં રેફરીના સમર્થનમાં એક વ્યક્તિએ ગ્રાઉન્ડમાં દોટ મુકી હતી. આ વીડિયોને પેલેસ્ટાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી.

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફૂટબોલ મેદાનમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિ સફેદ ઝંડા સાથે મેદાનમાં દોડે છે ત્યારે સિક્યોરિટી દ્વારા તેમને પકડીને મારમારવામાં આવે છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સ્પેનમાં ફૂટબોલ મેચ દરમિયાન એક વ્યક્તિ ચાલુ મેચ દરમિયાન પેલેસ્ટાઈનના સમર્થનમાં દોડી આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સ્પેનમાં ફૂટબોલ મેચ દરમિયાન એક વ્યક્તિ ચાલુ મેચ દરમિયાન પેલેસ્ટાઈનના સમર્થનમાં દોડી આવ્યો.”
https://archive.org/details/fb-video_20240624
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે 1 સપ્ટેમ્બર 2008ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને એક ન્યુઝ ચેનલ પર આ સંપૂર્ણ વીડિયો સાથેનો પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બેનફિકા અને ઈટોઈલ કેરોજ વચ્ચેની તાલીમ રમતના થોડા સમય પહેલા, એક યુવક મેચ રેફરી, જોસ ફોનસેકાના સમર્થનમાં એક પોસ્ટર લઈને મેદાન પર દોડ્યો. “ત્યારે સુરક્ષા અમલમાં આવી. કુદરતી રહેઠાણની બહાર, કાળા પોશાક પહેરેલા ચાર માણસોએ સફેદ પોશાક પહેરેલા માણસને મારવાનું શરૂ કર્યું.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો વર્ષ 2008નો છે. જેમાં રેફરીના સમર્થનમાં એક વ્યક્તિએ ગ્રાઉન્ડમાં દોટ મુકી હતી. આ વીડિયોને પેલેસ્ટાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ફૂટબોલના વર્ષો જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
