
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મ્યાનમારનો નહીં પરંતુ તાજેતરમાં થાઈલેન્ડના બેંગકોકમાં આવેલા ભૂકંપના કારણે સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો છે. આ વીડિયોને મ્યાનમાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 28 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર Daily Dive દ્વારા 28 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપને લીધે એક બહુમાળી બિલ્ડિંગ પરના સ્વિમિંગ પુલમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો તેનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર એક યુટ્યુબ ચેનલ તેમજ આજ વીડિયોના ફોટો સાથેના સમાચાર CNN News18ના ટ્વિટર પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ આજ વીડિયો થાઈલેન્ડનો હોવાની માહિતી સાથે 28 માર્ચના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મ્યાનમારનો નહીં પરંતુ તાજેતરમાં થાઈલેન્ડના બેંગકોકમાં આવેલા ભૂકંપના કારણે સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો છે. આ વીડિયોને મ્યાનમાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
