જાણો બંજી જમ્પિંગ કરતાં છોકરીની ગરદન તૂટી અને મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંજી જમ્પિંગ કરી રહેલી છોકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંજી જમ્પિંગ કરી રહેલી છોકરીની ગરદન તૂટતાં મોત થયું હોવાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બંજી જમ્પિંગ કરી રહેલી છોકરી જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ છોકરીનું મોત નથી થયું કે એની ગરદન પણ નથી તૂટી. એ છોકરી દ્વારા પોતે જ આ દાવો ખોટો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બંજી જમ્પિંગમાં ગરદન તૂટી – છોકરીનું મોત!. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંજી જમ્પિંગ કરી રહેલી છોકરીની ગરદન તૂટતાં મોત થયું હોવાનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયોમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરતી એક પોસ્ટ એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 19 ફેબ્રુઆરી, 2026ના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક છોકરીએ પોતાની ઓળખ ફિઝા ખાન તરીકે આપી હતી અને કહ્યું હતું કે, વાયરલ વીડિયોમાં દેખાતી છોકરી તે પોતે જ છે.

અમારી વધુ તપાસમાં અમે વાયરલ વીડિયોમાં દેખાતી છોકરી ફિઝા ખાનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પહોંચ્યા. અમને 17 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ મળી, જેમાં તેણીએ આ દાવાનું ખંડન કરતાં જણાવ્યું છે કે, તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને અફવાઓ અને ખોટા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બંજી જમ્પિંગ કરી રહેલી છોકરી જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ છોકરીનું મોત નથી થયું કે એની ગરદન પણ નથી તૂટી. એ છોકરી દ્વારા પોતે જ આ દાવો ખોટો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો બંજી જમ્પિંગ કરતાં છોકરીની ગરદન તૂટી અને મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *