Fake NewS: ભારત સરકાર દ્વારા હજુ સુધી હોટલાઇન નંબર 9851145045 શરૂ કરવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ હોટલાઇન નંબર 9851145045 ભારત સરકારનો નથી. નેપાળ સરકારે નાગરિકોને સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ અને ખરાબ વર્તનની જાણ કરવા માટે આ હોટલાઇન નંબર શરૂ કર્યો છે.

તાજેતરમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટ જેમાં જણાવાયું છે કે પીએમઓએ નાગરિકો માટે લાંચ, વિલંબ અને સરકારમાં ગેરવર્તણૂકની ફરિયાદ કરવા માટે એક હોટલાઇન નંબર (9851145045) શરૂ કર્યો છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું, “હવે તમે ભ્રષ્ટાચારની સીધી ફરિયાદ પીએમઓને કરી શકો છો પ્રધાનમંત્રી કાર્યાલયે નાગરિકો માટે સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ, ખરાબ વર્તનની ફરિયાદ કરવા માટે હોટલાઈન (9851145045) શરૂ કરી છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “PMO દ્વારા એક હોટલાઈન નંબર 9851145045 શરૂ કર્યો જેમાં સીધી ફરિયાદ પ્રધાનમંત્રીને પહોંચશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે સંબંધિત કીવર્ડ શોધ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને 20 સપ્ટેમ્બર 2025ના રોજ શેર કરવામાં આવેલુ એક ટ્વિટ મળ્યું જે મુજબ નેપાળ સરકારે નાગરિકો માટે સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ અને ખરાબ વર્તનની જાણ કરવા માટે હોટલાઇન નંબર 9851145045 શરૂ કર્યો છે.

આ સંકેતને ધ્યાનમાં રાખીને, અમે નેપાળીમાં સંબંધિત કીવર્ડ શોધ હાથ ધરી જેનાથી અમને 20 સપ્ટેમ્બર 2025 ના રોજ હિમાલયા ટાઈમ્સમાં પ્રકાશિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હીત કે, પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના કાર્યાલયે સેવા પ્રાપ્તકર્તાઓને વિનંતી કરી છે કે જો તેઓ જાહેર સેવાઓનો ઉપયોગ કરતી વખતે વિલંબ, લાંચ અથવા દુર્વ્યવહારનો સામનો કરે તો તાત્કાલિક ફરિયાદ નોંધાવે.

શનિવારે જારી કરાયેલી એક નોટિસમાં, જાહેર સેવાઓ પૂરી પાડતી કોઈપણ મંત્રાલય, કચેરી અથવા એજન્સીને વિનંતી કરવામાં આવી છે કે જો તેઓ કામમાં વિલંબ કરતા, સોદાબાજી કરતા, કામ ટાળતા, લાંચ માંગતા, બિનજરૂરી તકલીફ આપતા અથવા અપમાનજનક વર્તન કરતા જોવા મળે તો સેવા પ્રાપ્તકર્તાઓનો સીધો સંપર્ક કરે.

આ માટે, પ્રધાનમંત્રી કાર્યાલયે હોટલાઇન નંબર 9851145045 જાહેર કર્યો છે. 

અમને નેપાળ સરકાર (વડાપ્રધાન અને મંત્રી પરિષદનું કાર્યાલય)ની વેબસાઇટ પર આ જ નંબર મળ્યો.

વેબસાઇટમાં લખ્યું છે કે, “આ પેજ સામાન્ય લોકો પાસેથી ફરિયાદો અને સૂચનો મેળવવા માટે સમર્પિત છે, જે સુશાસન અને અસરકારક નીતિ નિર્માણ માટે મદદરૂપ થઈ શકે છે.”

અન્ય અહેવાલો અહીં અને અહીં વાંચી શકાય છે.

અમને ભારતમાં કોઈ હોટલાઇન નંબર મળ્યો નથી જે આવી ફરિયાદો માટે સીધા પીએમઓ સાથે જોડાય. જોકે, અમને એક વેબસાઇટ “પ્રશાસન સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ” મળી. સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) એ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે નાગરિકોને સેવા વિતરણ સંબંધિત કોઈપણ વિષય પર જાહેર અધિકારીઓ સમક્ષ તેમની ફરિયાદો નોંધાવવા માટે 24×7 ઉપલબ્ધ છે. તે ભારત સરકાર અને રાજ્યોના તમામ મંત્રાલયો/વિભાગો સાથે જોડાયેલ એક સિંગલ પોર્ટલ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ હોટલાઇન નંબર 9851145045 ભારત સરકારનો નથી. નેપાળ સરકારે નાગરિકોને સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ અને ખરાબ વર્તનની જાણ કરવા માટે આ હોટલાઇન નંબર શરૂ કર્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake NewS: ભારત સરકાર દ્વારા હજુ સુધી હોટલાઇન નંબર 9851145045 શરૂ કરવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *