
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શાળઆનો પોશાક પહેરેલી એક બાળકી અને તેની દાદીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વૃધ્ધાને તેનો પરિવાર વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો હતો, તેમજ તેની પૌત્રીને તેના માતા-પિતાએ એમ કહ્યુ હતુ કે, દાદી તેના સંબધીને ત્યા રહેવા ગયા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વૃધ્ધાને તેનો પરિવાર વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો હતો, તેમજ તેની પૌત્રીને તેના માતા-પિતાએ એમ કહ્યુ હતુ કે, દાદી તેના સંબધીને ત્યા રહેવા ગયા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે વર્ષ 2007નો અમદાવાદનો છે. તે સમયના દિવ્ય ભાસ્કરની ફોટોગ્રાફર કલ્પિત ભચેચ દ્વારા આ ફોટો લેવામાં આવ્યો હતો. આ ફોટો આજ થી એક વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો. તે સમયે બીબીસી હિન્દી દ્વારા આ દાદી-પૌત્રી અને ફોટોગ્રાફર કલ્પિત ભચેચ સાથે ફેસબુક લાઈવ કરવામાં આવ્યુ હતુ, ઈન્ટરવ્યુ રૂપે કરવામાં આવેલા આ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી રહ્યા છે. કે તે સમયે પણ તે પોતાની ઈચ્છાએ વૃધ્ધાશ્રમમાં ગયા હતા અને હાલ પણ અમદાવાદમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃધ્ધાશ્રમમાં રહે છે. આ ઈન્ટરવ્યુ તમે નીચે જોઈ શકો છો.

તેમજ બીબીસી હિન્દી દ્વારા તેમના ફેસબુક પેજ પર પણ આ અંગે વીડિયો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક (Archive) કરી જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને આજતક, ભાસ્કર, નવભારત ટાઈમ્સ, સહિતના મીડિયા સંસ્થાનો દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો.
ZEE24 TAAS દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હક્કીત સાચી સાબિત થતી નથી. આ વૃધ્ધા તેમની ઈચ્છાથી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા હતા. તેમજ તેમની પૌત્રીને અગાઉથી જ ખબર હતી કે, તેમના દાદી વૃધ્ધાશ્રમમાં છે. તેમની પૌત્રીને તેના માતા-પિતા દ્વારા ક્યારેય નથી જણાવવામાં આવ્યુ કે, તેના દાદી સંબંધીતને ત્યા રહેવા ગયા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:દાદી-પૌત્રીની સંદેદનશીલ ફોટો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


