પીએમ મોદીએ સ્વીકાર્યું કે પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા? જાણો શું છે સત્ય..

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત રીતે કહ્યું હતું કે, 2025માં ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા. વીડિયોમાં, મોદીએ હિન્દીમાં કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા, ત્યારે આખી દુનિયા દ્વારા ભારતની મજાક ઉડાવવામાં આવી હતી. તેમણે આગળ કહ્યું, “અમે મેક્રોનને કહ્યું હતું કે જો લોકો અમારા પર હસતા હોય, તો તમે પણ જવાબદાર છો. જો તમે અમને ટેકો નહીં આપો, તો અમે બાકીના રાફેલ જેટ સાથે ગધેડા ગાડા ચલાવીશું.” મેક્રોન મારી વિનંતી સાથે સંમત થયા અને હવે, જો પાકિસ્તાન 10 કે 200 જેટ તોડી પાડે છે, તો ભારતને કોઈ ફરક પડતો નથી.”

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે રિવર્સ ઇમેજ સર્ચ અને સંબંધિત કીવર્ડ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને 17 ફેબ્રુઆરી, 2026ના રોજ વિદેશ મંત્રાલયની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ-સ્ટ્રીમ થયેલ મૂળ વીડિયો મળ્યો હતો. વીડિયોમાં મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પ્રેસને સંબોધતા દેખાય છે. વીડિયોમાં ક્યાંય નરેન્દ્ર મોદીએ એવું કહ્યું નથી કે 2025માં ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારતના રાફેલ જેટનો નાશ કર્યો હતો.

વધુમાં, અમને 19 ફેબ્રુઆરી 2026ના રોજ PIB ફેક્ટ ચેકના સત્તાવાર ફેસબુક પેજ પર એક પોસ્ટ મળી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વાયરલ વીડિયો ડિજિટલ રીતે બદલવામાં આવ્યો છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું ન હતું કે 2025માં ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારતના રાફેલ જેટનો નાશ કર્યો હતો. મૂળ વીડિયોમાં મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પ્રેસને સંબોધતા દેખાય છે.

Avatar

Title:પીએમ મોદીએ સ્વીકાર્યું કે પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા? જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA 

Result: Altered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *