જાણો એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોમાં જોવા મળતા બધા જ વીડિયો જૂના છે. જેમાંથી એક પણ વીડિયોને એપસ્ટિન ફાઈલ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 10 ફેબ્રુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, અમેરિકામાં Epstein Files નો ધ*માકો !! ટ્રમ્પ સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યો જન-સૈલાબ, એપ્સટિન ફાઇલ અને ડોનાલ્પ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધમહા આંદોલન !!. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને અલગ-અલગ સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

પ્રથમ વીડિયો

ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 20 ઓક્ટોબર, 2025ના રોજ અપલોડ કરાયેલો આ જ દ્રશ્યો સાથેનો વીડિયો પ્રાપ્ત થયો હતો.

કેપ્શનમાં જણાવ્યા મુજબ આ વીડિયો ઓક્ટોબર 2025માં શિકાગોમાં ‘નો કિંગ પ્રોટેસ્ટ’ દર્શાવે છે.

https://www.instagram.com/reels/DQBpB6ukjsd

અમારી વધુ તપાસમાં અમને સ્ટોક ઇમેજ વેબસાઇટ “ગેટી ઈમેજીસ” પર વાયરલ ક્લિપના સ્ક્રીનશોટ જેવો જ એક ફોટો મળ્યો. જેની માહિતી મુજબ, તે 18 ઓક્ટોબર, 2025ના રોજ શિકાગોમાં “નો કિંગ્સ પ્રોટેસ્ટ” દર્શાવે છે.

આ અંગેના અન્ય સમાચાર તમે અહીં અને અહીં જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ જૂનો વીડિયો છે.

બીજો વીડિયો

બીજી ક્લિપના સ્ક્રીનશોટની રિવર્સ ઇમેજ સર્ચ કરતાં અમને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મળ્યું હતું જેના પર આ જ ક્લિપ 10 જાન્યુઆરી, 2026ના રોજ અપલોડ કરવામાં આવી હતી.

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “નેશનલ ગાર્ડ ટુકડીઓની તૈનાતી સામે વિરોધ પ્રદર્શન કરવા માટે લોસ એન્જલસ અને શિકાગોની શેરીઓમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, આ ઘટના “નો કિંગ્સ” નામની એક મોટી ચળવળનો ભાગ હતી જેમાં સમગ્ર યુ.એસ.માં પ્રદર્શનો થયા હતા.”

https://www.instagram.com/reels/DTVFXFxDKG-

આ વીડિયો પણ એપ્સટિન ફાઇલ્સના પ્રકાશન પહેલાનો છે.

અમને 19 ઓક્ટોબર, 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વાયરલ ક્લિપ જેવો જ એક વીડિઓ મળ્યો હતો.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “મિશિગન એવન્યુ પર નો કિંગ્સ પ્રોટેસ્ટ અંતર્ગત વિરોધ પ્રદર્શન”

https://www.instagram.com/reels/DP9lF3eEsiO

અન્ય અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે, ક્લિપ જૂની છે અને તેને પણ એપ્સટિન ફાઇલ્સના પ્રકાશન સાથે સંબંધિત નથી.

ત્રીજો વીડિયો

ત્રીજી ક્લિપની રિવર્સ ઇમેજ સર્ચ અમને એક ફેસબુક પેજ પર લઈ ગઈ જ્યાં વાયરલ ક્લિપ 18 જાન્યુઆરી, 2026ના રોજ અપલોડ કરવામાં આવી હતી.

જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “પ્રદર્શનો કરનારાઓ ડોનાલ્ડ ટ્રમ્પના નામ તરફ મધ્યમ આંગળી બતાવતા જોવા મળ્યા હતા, આ ઇશારાનો ઉપયોગ ગુસ્સા અને રાજકીય અસંમતિના સંકેત તરીકે કરતા હતા. આ કૃત્ય મજબૂત વિરોધ લાગણીઓને પ્રતિબિંબિત કરે છે, જેમાં પ્રદર્શનકારીઓએ ટ્રમ્પની નીતિઓ અને નેતૃત્વ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી, જેના કારણે શેરીઓ અને ઓનલાઇન બંને જગ્યાએ ગરમાગરમ ચર્ચા અને પ્રતિક્રિયાઓ થઈ હતી.”

https://www.facebook.com/reel/907645675110062

આ પણ એપ્સટિન ફાઇલ્સના પ્રકાશન પહેલાનો વીડિયો છે.

અમને 16 જાન્યુઆરી, 2026ના રોજ અપલોડ કરાયેલ બીજો સમાન વીડિયો મળ્યો.

આનાથી સ્પષ્ટ થાય છે કે, આ ક્લિપને પણ એપ્સટિન ફાઇલ્સના પ્રકાશન સાથે સંબંધિત નથી.

ચોથો વીડિયો

ચોથી ક્લિપમાં વિવિધ સ્થળોએ થયેલા વિરોધ પ્રદર્શનોનો કોલાજ દર્શાવવામાં આવ્યો છે. ક્લિપમાં ઉલ્લેખ છે કે, તે ફિલાડેલ્ફિયા, વોશિંગ્ટન, શિકાગો, ન્યુ યોર્ક સિટી, સાન ડિએગો અને બોસ્ટનમાં થયેલા વિરોધ પ્રદર્શનો દર્શાવે છે.

આ ક્લિપની રિવર્સ ઇમેજ સર્ચ અમને એક યુટ્યુબ ચેનલ પર લઈ ગઈ જ્યાં આ ક્લિપ 19 ઓક્ટોબર, 2025ના રોજ અપલોડ કરવામાં આવી હતી.

આપેલી માહિતી મુજબ, તે ઓક્ટોબર 2025માં નો કિંગ્સ પ્રોટેસ્ટ દર્શાવે છે.

બીજો એક આવો જ વીડિયો તમે અહીં જોઈ શકો છે.

આનાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટનમાં મૂકવામાં આવેલા વીડિયોમાં વાયરલ તમામ વીડિયો જૂના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોમાં જોવા મળતા બધા જ વીડિયો જૂના છે. જેમાંથી એક પણ વીડિયોને એપસ્ટિન ફાઈલ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written by: Vikas Vyas

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *