મણિપુરમાં સેનાનો રસ્તો રોકતી મહિલાઓનો જૂનો વીડિયો ભ્રામક દાવા વાયરલ… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, પરંતુ ત્યાંથી હજુ પણ હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હકીકતમાં, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામા બાદ 13 ફેબ્રુઆરી 2025થી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક મહિલાઓ રસ્તાની વચ્ચે સૂઈને સેનાના કાફલાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. મહિલાઓ સેનાના વાહનોને રોકવા માટે રસ્તા પર સૂતી જોવા મળે છે, પછી સેનાનો કાફલો તેમનો પીછો કરીને આગળ વધે છે. આ વીડિયો તાજેતરનો તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે ગુગલ પર સંબંધિત કીવર્ડ્સ લખીને તપાસ શરૂ કરી. પરિણામે, અમને નાગાલેન્ડ પોસ્ટનો એક રિપોર્ટ મળ્યો, જેમાં વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સ હતા. આ રિપોર્ટ 1 મે 2024નો છે, જે મુજબ 30 એપ્રિલ 2024ના રોજ, મહિલાઓએ બિષ્ણુપુર જિલ્લામાં ભારતીય સેનાનો રસ્તો રોક્યો હતો. અગાઉ, 29 એપ્રિલની રાત્રે, 2 (મહાર રેજિમેન્ટનું એક યુનિટ)ના સૈનિકોએ બિષ્ણુપુર જિલ્લાના કુમ્બી પોલીસ સ્ટેશન હેઠળના થંગલવાઈ વિસ્તારમાં 11 સશસ્ત્ર માણસોને લઈ જતી બે SUV ગાડીઓને રોકી હતી. આ સમય દરમિયાન સેનાએ તેમના હથિયારો જપ્ત કર્યા. બીજા જ દિવસે, મહિલાઓએ જપ્ત કરેલા હથિયારો પરત કરવાની માંગણી સાથે પોલીસ સ્ટેશન તરફ જતો રસ્તો બ્લોક કરી દીધો. 

પછી અમને માતૃભૂમિ વેબસાઇટ પર 30 એપ્રિલ 2024ના રોજનો એક અહેવાલ મળ્યો, જે મુજબ, સૈન્ય જવાનોને જોઈને, રોકાયેલા બંને વાહનોમાં સવાર લોકો તેમના શસ્ત્રો છોડીને ભાગી ગયા. આ પછી, મીરા પાયબીસ જૂથની મહિલાઓએ સેના પાસેથી જપ્ત કરાયેલા તે શસ્ત્રો પરત કરવાની માંગ કરી. સેંકડો મહિલાઓએ પોતાની માંગણીઓ માટે દબાણ કરવા માટે રસ્તો બ્લોક કરી દીધો હતો અને સેનાના કાફલાને આ વિસ્તાર છોડતા અટકાવ્યો હતો. આ સ્થિતિમાં, સૈનિકોએ ભીડને વિખેરવા માટે હવાઈ ગોળીબારનો આશરો લીધો. 

કારણ કે અમને વીડિયોમાં ISTV NEWS નામનો વોટરમાર્ક દેખાયો. આ વાતને ધ્યાનમાં રાખીને, જ્યારે અમે શોધ કરી, ત્યારે અમને વાયરલ વીડિયોનો મૂળ વીડિયો પણ મળ્યો. આ વીડિયો ISTV LIVEની યુટ્યુબ ચેનલ પર 30 એપ્રિલ 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આમાં, વાયરલ વીડિયોનો ભાગ 6 મિનિટ 30 સેકન્ડથી 8 મિનિટ સુધીનો દેખાય છે.

આ ઘટનાને તે સમયે મીડિયા હાઉસ દ્વારા આવરી લેવામાં આવી હતી, જેમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે મંગળવારે (30 એપ્રિલ) મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં મહિલાઓની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન, એક મોટા જૂથે ભારતીય સેનાના કાફલાને રોક્યો અને હથિયારો અને દારૂગોળો સાથે અટકાયતમાં રાખેલા 11 તોફાનીઓને બળજબરીથી છોડી મૂક્યા. મણિપુર પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિંગ દરમિયાન, ભારતીય સેનાની મહાર રેજિમેન્ટની એક ટુકડીએ પોલીસ ગણવેશ પહેરેલા સશસ્ત્ર બદમાશોને અટકાવ્યા અને તેમની અટકાયત કરી. રિપોર્ટ્સ અહીં, અહીં અને અહીં જુઓ.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મણિપુરમાં મહિલાઓ દ્વારા સેનાના કાફલાને રોકવાનો વીડિયો તાજેતરનો નથી પણ જૂનો છે, જ્યારે બિષ્ણુપુર જિલ્લાના કુંભી વિસ્તારમાં મીરા પાયબીસ જૂથની મહિલાઓએ સેના દ્વારા જપ્ત કરાયેલા હથિયારો પાછા લેવા માટે તેનો રસ્તો રોક્યો હતો. આ જ વીડિયો તાજેતરના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મણિપુરમાં સેનાનો રસ્તો રોકતી મહિલાઓનો જૂનો વીડિયો ભ્રામક દાવા વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading