શું ખરેખર મહિન્દ્રા થાર NH-48 પર ઓવરહેડ હાઇવે સાઇનબોર્ડમાં ફસાઈ ગઈ…? જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ વીડિયો AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર મહિન્દ્રા થારનો ઓવરહેડ હાઇવેના સાઇનબોર્ડ સાથે અથડાતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. થાર સાઇનબોર્ડમાં ફસાઈ ગયો હોવાનો વાયરલ વીડિયો શેર કરતા, એક યુઝરે લખ્યું, “નેશનલ હાઇવે 48 કોરિડોર પર દિલ્હી, ગુરૂગ્રામ અને જયપુરને જોડતા વ્યસ્ત હાઇવે પર કેમેરામાં એક ચોંકાવનારી રોડ ઘટના કેદ થઈ હતી. વાયરલ વીડિયોમાં, એક થાર મોટી ટક્કર પછી ઓવરહેડ દિશાના સાઇન બોર્ડમાં ખતરનાક રીતે ફસાઈ ગયેલો દેખાય છે, જેનાથી મુસાફરો સ્તબ્ધ થઈ ગયા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરમાં NH 48 પર ઓવરહેડ હાઇવે સાઇનબોર્ડ પર મહિન્દ્રા થાર અથડાઈ હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરમાં NH 48 પર ઓવરહેડ હાઇવે સાઇનબોર્ડ પર મહિન્દ્રા થાર અથડાઈ હતી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમારી તપાસની શરૂઆતમાં, અમને વાયરલ વીડિયોમાં કેટલીક અસામાન્યતાઓ જોવા મળી.

વીડિયોમાં થારની સ્થિતિ ભૌતિકશાસ્ત્રના નિયમને સમર્થન આપતી નથી. આટલું ભારે વાહન સાઇનબોર્ડમાં અટવાઈ જાય અને ન પડે તે વ્યવહારીક રીતે શક્ય નથી.

વધુમાં, સાઇનબોર્ડની જમણી બાજુના શબ્દોનો કોઈ અર્થ નથી અને થારની નંબર પ્લેટ પ્રમાણભૂત ભારતીય વાહન નોંધણી ફોર્મેટ સાથે મેળ ખાતી નથી.

આગળ વધતા, વાયરલ વીડિયોના સ્ક્રીનશોટની રિવર્સ ઇમેજ સર્ચ કરતા, અમને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મળ્યું જ્યાં વાયરલ વીડિયો 18 ફેબ્રુઆરી, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “આ વીડિયો કન્ટેન ફક્ત મનોરંજક હેતુઓ માટે AI-જનરેટેડ છે. કૃપા કરીને તેને ગંભીરતાથી ન લો.

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવા અનેક વીડિયો છે અને હેન્ડલનો બાયો વિભાગમાં માહિતી આપવામાં આવી હતી કે, યુઝર્સ AI વીડિયો બનાવે છે.

વધુમાં, AI-ડિટેક્ટર ટૂલ્સ સૂચવે છે કે વાયરલ વિડિઓ AI નો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ વીડિયો AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મહિન્દ્રા થાર NH-48 પર ઓવરહેડ હાઇવે સાઇનબોર્ડમાં ફસાઈ ગઈ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *