શું ખરેખર જયપુર-અજમેર હાઈ-વે પર થયેલા અકસ્માતનો વીડિયો છે…? જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરમાં એલપીજી ટ્રક અકસ્માતનો નથી. મૂળભૂત રીતે, આ અકસ્માત 2018 માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં થયો હતો.

થોડા દિવસો પહેલા રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ બેકગ્રાઉન્ડમાં હાઈવે પર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો જયપુરમાં થયેલા અકસ્માતનો લાઈવ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો જયપુરમાં થયેલા અકસ્માતનો લાઈવ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 2018થી સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો ઉપલબ્ધ છે.

આ જ વીડિયોને 6 ઓગસ્ટ, 2018ના રોજ વીડિયો ન્યૂઝ નામની યુટ્ય ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બોલોગ્નામાં ટેન્કર ટ્રક સાથે અથડાયા પછી અકસ્માત.” 

આ ક્લુને શોધ્યા પછી અમને જાણવા મળ્યુ હતુ કે, ઇટાલીના બોલોગ્નામાં અકસ્માત થયો.

ડેઈલી મેઈલ અનુસાર, આ દુર્ઘટના ઓગસ્ટ 2018માં ઈટાલીના બોલોગ્ના એરપોર્ટ નજીક હાઈવે પર થઈ હતી. બ્રિજ પરથી પસાર થતી વખતે પેટ્રોલ ભરેલું ટેન્કર સામેથી આવતા વાહન સાથે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો.

પોલીસના જણાવ્યા અનુસાર, વાહનના 41 વર્ષીય ડ્રાઈવરનું મોત થયું હતું અને 70 લોકો ઘાયલ થયા હતા, કેટલાક ગંભીર રીતે દાઝી ગયા હતા.

તેમજ બીબીસીના સમાચાર મુજબ આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. વધુ માહિતી અહીં અને અહીં વાંચી શકાય છે.

જયપુર અકસ્માત

20 ડિસેમ્બરના રોજ સવારે 4:30 વાગ્યે જયપુર-અજમેર હાઇવે પર, એક LPG ટેન્કરને ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે ગેસ લીક ​​થયો હતો અને જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની આગ રોડના 300 મીટરના પટમાં ફેલાઈ ગઈ હતી અને લગભગ 35 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

તેમજ આ અકસ્માતમાં 18 થી વધુ લોકોના મોત થયા છે અને 30 જેટલા લોકો ઘાયલ થયા છે.

વધુ માહિતી અહીં અને અહીં વાંચી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરમાં એલપીજી ટ્રક અકસ્માતનો નથી. મૂળભૂત રીતે, આ અકસ્માત 2018 માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં થયો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર જયપુર-અજમેર હાઈ-વે પર થયેલા અકસ્માતનો વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: Misleading