જાણો ખાટૂશ્યામ ભગવાનનો ફોટો લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ખાટૂશ્યામ ભગવાનનો ફોટો લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી ખાટૂશ્યામ ભગવાનનો ફોટો સ્વીકારે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મત માટે મંદિરે મંદિરે ફરતો રાહુલ ગાંધી Exposed. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ખાટૂશ્યામ ભગવાનનો ફોટો લેવાની ના કહી દીધી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 27 જાન્યુઆરી, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મધ્યપ્રદેશના મઉ ખાતે યોજાયેલી જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીનો છે.

ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કોંગ્રેસના આ લાઈવ વીડિયોમાં 4.30 મિનિટે એક નેતા રાહુલ ગાંધીને મળવા આવે છે, તે સમયે રાહુલ તેમને બીજી તરફ આવવાનો સંકેત આપે છે. તે પછી તે વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સામે ઉભો રહે છે, ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમને ઈશારો કરીને વધુ પાછળ જવા માટે કહ્યું હતું.

જો કે, કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે, થોડી જ સેકન્ડમાં એ નેતા ફરી રાહુલ ગાંધીને ભેટ આપવા જાય છે અને રાહુલ ગાંધી 5.16 મિનિટે ભગવાન ખાટૂશ્યામનો ફોટો ભેટરુપે સ્વીકારતા જોવા મળે છે.

આ સંપૂર્ણ વીડિયોમાં તમે 5 મિનિટ અને 15 સેકન્ડ પર ભગવાન ખાટૂશ્યામનો ફોટો સ્વીકારતા જોઈ શકો છો.

screenshot-www_youtube_com-2025_02_01-17_50_55.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી ખાટૂશ્યામ ભગવાનનો ફોટો સ્વીકારે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો ખાટૂશ્યામ ભગવાનનો ફોટો લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: Missing Context