શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર: રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો, “મહારાષ્ટ્રમાં ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% અનામતનો કાયદો ઘડશે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર महाराष्ट्र में किशान के बच्चो के लिए 80% खानगी नोकरी લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ બી એસ કોશ્યારીએ 1 ડિસેમ્બર 2019ના રવિવારના વિધાનમાં રાજ્ય વિધાનમંડળની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. તેઓએ આગામી સમયમાં નવી સરકારના વ્યાપક એંજડા રાખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, એમવીએ સરકાર બેરોજગારીને લઈ ચિંતિત છે અને તેઓ સ્થાનિક લોકો માટે ખાનગી ક્ષેત્રની નોકરિયોમાં 80% આરક્ષણ સુનિશ્રિત કરવા એક કાનૂન બનાવશે.જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

LIVEHINDUSTAN | ARCHIVE

તેમજ રાજ્યપાલે વધુમાં જણાવ્યુ હતુ કે, “સરકાર દ્વારા સામાન્ય લોકોને 10 રૂપિયામાં ભોજન મળી રહે તેમજ દરેક જિલ્લામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પણ નિર્માણ એમવીએ સરકાર કરશે.”AMARUJALA | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, મહારાષ્ટ્રમાં સરકાર માત્ર ખેડૂતોના પુત્રો માટે જ નહિં પરંતુ સ્થાનિક તમામ લોકો માટે સરકાર ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત કરવા કાયદો બનાવશે. જેની માહિતી રવિવારે મહારા।ષ્ટ્રના રાજ્યપાલ દ્વારા આપવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, મહારાષ્ટ્રમાં સરકાર માત્ર ખેડૂતોના પુત્રો માટે જ નહિં પરંતુ સ્થાનિક તમામ લોકો માટે સરકાર ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત કરવા કાયદો બનાવશે. જેની માહિતી રવિવારે મહારા।ષ્ટ્રના રાજ્યપાલ દ્વારા આપવામાં આવી હતી. 

Avatar

Title:શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •