
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફઈટર જેટ પ્લેન પર થયેલા મિસાઈલ હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દુબઈમાં CIA સુવિધા પર મિસાઈલ હુમલાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ એક ગેમિગ માટે બનાવાવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
વધુમાં આ ચેનલ પર વાયરલ વીડિયો જેવા જ બીજા ઘણા વીડિયો મળી આવ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં એવિએશન સિમ્યુલેશન અને ટેક્ટિકલ ગેમિંગ જેવા હેશટેગ્સ પણ શામેલ હતા.

અમારી વધુ તપાસમાં અમને આ યુટ્યુબ એકાઉન્ટ પર આપવામાં આવેલી વધારાની માહિતીમાં એવું લખેલું જોવા મળ્યું હતું કે, “રોમાંચક લશ્કરી સિમ્યુલેશન ગેમપ્લે માટે તમારું ગંતવ્ય, ઇગ્નાઇટ ફ્લક્સમાં આપનું સ્વાગત છે! ઉચ્ચ-તીવ્રતાવાળા જેટ કોમ્બેટથી લઈને મિસાઇલ સંરક્ષણ અને ગ્રાઉન્ડ કોમ્બેટ સિક્વન્સ સુધી, દરેક વીડિઓ તમને યુદ્ધભૂમિની નજીક લઈ જાય છે. વાસ્તવિક ક્રિયા, સિનેમેટિક વિઝ્યુઅલ્સ અને અદ્ભૂત સિમ્યુલેશન અનુભવો માટે અમારી સાથે જોડાઓ.”

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો કોઈ વાસ્તવિક મિસાઈલ હુમલાનો નથી પરંતુ ટેક્નોલોજીની મદદથી બનાવેલો એક સિમ્યુલેશન વીડિયો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ એક ગેમિગ માટે બનાવાવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


