Fake News: સુરતમાં બાળકોને ઉઠાવતી ગેંગના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં સુરત શહેરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકના અપહરણને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને લઈ અલગ-અલગ વિસ્તારમાં નિર્દોષ લોકો ટોળાનો શિકાર બની રહ્યા છે. બાળક ચોરીની શંકામાં આ મહિલાને ખૂબ મારમારવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાળક ચોરી કરવા આવેલી મહિલાને સુરતના ભેસ્તાનમાં પકડી પાડવામાં આવી.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાળક ચોરી કરવા આવેલી મહિલાને સુરતના ભેસ્તાનમાં પકડી પાડવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમ ગૂગલ પર સર્ચ કરતા અમને ન્યૂઝ 18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બાળક ચોરી કરવા આવી હોવાની વાત એ માત્ર એક ગેરસમજ જ હતી, પોલીસ દ્વારા આ મહિલાને ત્યાંથી છોડવવામાં આવી હતી.”

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ગુજરાત સુરક્ષિત ન્યુઝનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ફેક ન્યુઝ ફેલાવનારની પાસે પોલીસ માફી મંગાવતી જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ ન્યૂઝ 18ના બુલેટિયનમાં પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, “જે મહિલાને બાળક ચોર સમજી મારવામાં આવી હતી તે મહિલા બાળકની પાડોશી નીકળી તેમજ પોલીસ જણાવ્યુ હતુ કે, આ ફેક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ લોકો ભોગ બની રહ્યા છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો બાળક ચોર મહિલાનો નથી, આ મહિલા બાળકના પાડોશમાં જ રહેતી હતી, ગેર સમજના કારણે આ મહિલાને માર મારવામાં આવ્યો હતો. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Result Stamp

Title: Fake News: સુરતમાં બાળકોને ઉઠાવતી ગેંગના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

Written by: Frany Karia

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *