
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એકબાજુ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીને નમન કરી રહ્યા છે તો બીજી બાજુ તેઓ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથુરામ ગોડસેને પણ નમન કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને નમન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 5 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશ ને ગોટે ચડાવી દીધો છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને નમન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો મહાતામા ગાંધીનજીની પ્રતિમાને નમન કરતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ જ ફોટો સાથેની ટ્વિટ નરેન્દ્ર મોદી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર 30 સપ્ટેમ્બર, 2018ના રોજ કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટ ખાતે આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે નમન કર્યા તેનો આ ફોટો છે.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને પણ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ તક દ્વારા 6 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અન્ય નેતાઓ સાથે પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમારી વધુ તપાસમાં અમને News24 દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના સ્થાપના દિવસે પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના દ્રશ્યને સ્પષ્ટ જોઈ શકો છો.
વધુમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે India Today દ્વારા 6 એપ્રિલ, 2017 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પંડિત દિનદયાળને શ્રદ્ધાંજલિ આપતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને નમન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેની પ્રતિમાને નમન કરી રહ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
