જાણો અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યાના રામ મંદિરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યામાં રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. જેની પુષ્ટી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપતરાય દ્વારા કરવામાં આવી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 26 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રામ મંદિરની નીચે 2,000 ફૂટ નીચે એક ‘ટાઈમ કેપ્સ્યુલ’ મૂકવામાં આવશે.😱😮🇮🇳. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગૂગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ માહિતી સાચી હોવાના કોઈ અધિકૃત સમાચાર પ્રાપ્ત થયા ન હતા. ત્યાર બાદ અમે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની વેબસાઈટ તથા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સર્ચ કરતાં ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ક્યાંથી વાયરલ થઈ આ માહિતી?

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી આ મહિતી ક્યાંથી વાયરલ થઈ એ જાણવાની કોશિશ કરતાં અમને India TV દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સદસ્ય કામેશ્વર ચોપાલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યા ખાતે નિર્માણ થનારા રામ મંદિરના પાયામાં 2000 ફૂટ નીચે એક પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ મૂકવામાં આવશે. જેને લીધે ભવિષ્યમાં કોઈ પણ રામ મંદિરનો ઈતિહાસ જાણવા માંગે તો તે અંગેની તમામ માહિતી ત્યાંથી મળી રહે.

Archive

આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. businessworld.in | UP Tak

અમારી વધુ તપાસમાં Shri Ram JanmbhoomiTeerth Kshetra દ્વારા 28 જુલાઈ, 2020ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી શ્રી ચંપત રાય દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, “હાલમાં એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે, શ્રી રામ જન્મભૂમિના નિર્માણ સ્થળની નીચે એક પ્રકારાની ટાઈમ કેપ્સ્યૂલ મૂકવામાં આવશે જે સમાચાર તદ્દન ખોટા છે. તેને માનવા જોઈએ નહીં.” 

Archive

આજ માહિતી સાથેની અન્ય એક ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Hindustan Times | timesofindia.indiatimes.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યામાં રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. જેની પુષ્ટી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપતરાય દ્વારા કરવામાં આવી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

xa
Avatar

Title:જાણો અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas  

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *